નિધિરેશ રાવલ/ગાંધીધામ: ગાંધીધામમા ફાયરિંગ કરી આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 40 લાખની લુંટ કરનાર આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા. આ આરોપીઓ પૈકી એક આરોપીની ગાંધીધામની અન્ય એક અને રાજકોટની લુંટમા પણ સંડોવણી બહાર આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં ગાંધીધામના વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી ઉપર ફાયરિંગ કરી રોકડા રૂપિયા 40 લાખ ભરેલા બેગની લૂંટ કરનાર ત્રણ આરોપીઓને પૂર્વક જ પોલીસે ગોવાથી ઝડપી પાડ્યા હતા તાજેતરમાં જ રાત્રિના સમયે આંગડિયા પેઢીનો સંચાલક પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ ફાયરિંગ કરી તેની પાસેથી 40 લાખ ભરેલા બેગને ઝૂંટવી લઈને લૂંટને અંજામ આપ્યો હતો અને નાસી ગયા હતા દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ સાત ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વિલન્સ મારફતે તપાસ કરી અંજારથી આદિપુર સુધીના વિસ્તારમાં 98 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી આરોપીઓને ઓળખ કરી હતી. 


તે દરમિયાન આરોપી ગોવા હોવાનું બહાર આવતા પૂર્વ કચ્છ એલસીબીની ટીમ ગોવા પહોંચી હતી અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ પૈકી એક આરોપી છત્રપાલસિંહ સોલંકી ચાર વર્ષ પહેલા ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં આંગડિયા પેઢીની 41 લાખની લુટમા અને રાજકોટ ખાતે થયેલી લુટના બનાવવામાં આરોપી સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે.


 પોલીસે તાજેતરમાં થયેલી 40 લાખની લૂંટમાં કુલ 39,37,800 નો મુદ્દામાલ રિકવર કર્યો છે આરોપીઓ દ્વારા સોનાના બિસ્કીટ ખરીદ્યા હતા જે 7 નંગ કિંમત રૂપિયા 15,55,000 તેમજ રોકડ રૂપિયા 20 લાખ 30 હજાર મળી કુલ 35 લાખ 85 હજાર રિકવર કરવામાં આવ્યા છે જ્યારે આરોપીઓ પાસેથી મોબાઇલ, સેવરોલેટ  ક્રુઝ કાર, મોટરસાયકલ, પિસ્ટોલ, મેગેઝીન, છરી, વોકીટોકી, ઝામર સેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે


આ અંગે પૂર્વ કચ્છ એસપી મહેન્દ્ર બગડીયાએ વિગતો આપત જણાવ્યું હતું કે આ આરોપીઓ પૈકી એક અગાઉ પણ બે લુટમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે હાલમાં આ લૂંટના બનાવમાં છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી મૂળ રહેવાસી ભાવનગર, મનુસિંહ ઉર્ફે મનોજ અજમલસિંહ ઠાકોર રહેવાસી રાધનપુર મહેસાણા અને સૂરજસિંહ ઉર્ફે રાહુલ કરણસિંહ સોલંકી રહેવાસી મોટાવાસ પાલનપુરને  ઝડપી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત ગાંધીધામના શક્તિનગરમાં થયેલ લુંટના બનાવવામાં વિશાલ પટેલનું નામ પણ બહાર આવ્યું હતું જેને સુરતથી રાઉન્ડ ઓફ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે.