અમદાવાદના કૃષ્ણનગરમાં ફાયરિંગ, બે ગ્રુપ વચ્ચે કોડવોર હોવાની ચર્ચા
અમદાવદના કૃષ્ણનગરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ આ વિસ્તરાના કુખ્યાત ધમા બારડને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યું હતું. ધમો બારડ શિવાજી ચોકમાં એક દુકાન બહાર બેઠો હતો. આ સમયે બાઈક પર બુકાનીધારીઓએ તેમની પાસે રહેલી બંધુકથી ફાયરીંગ કર્યું હતું.
જાવેદ સૈયદ, મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવદના કૃષ્ણનગરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ આ વિસ્તરાના કુખ્યાત ધમા બારડને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યું હતું. ધમો બારડ શિવાજી ચોકમાં એક દુકાન બહાર બેઠો હતો. આ સમયે બાઈક પર બુકાનીધારીઓએ તેમની પાસે રહેલી બંધુકથી ફાયરીંગ કર્યું હતું. આ ફાયરિંગમાં ધમાને ગોળી સીધી જ કમરના ભાગે વાગી હતી. જાહેર માર્ગે પર થયેલા આ ફાયરિંગના લીધે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી.
આસપાસની દુકાનો ટપોટપ બંધ થઇ હતી.ઘાયલ ધમા બારડને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર જઈને આરોપીઓ પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આસપાસના લોકોના નિવેદનો અને સીસીટીવીના આધારે આરોપીઓ ને પકડવા કાર્યવાહી શરુ કરી હતી. બે ગ્રુપ વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરના લીધે આ ફાયરિંગ થયા હોવાનું લોક મુખે ચર્ચા ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube