રજની કોટેચા/ગીર સોમનાથ : ઉના નગરપાલિકાના પ્રમુખ અને ભૂતપૂર્વ ધારાસભ્ય કે.સી રાઠોડ પણ બે અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે ફાયરિંગ કરનારા શખ્સો ફરાર થઇ ગયા હતા. અંધાધુંધ થયેલા ફાયરિંગમાં નગરપાલિકાના પ્રમુખ કે.સી રાઠોડ ઉપરાંત 2 લોકોને પણ ગોળીઓ વાગી હતી. ત્રણેય તત્કાલ ત્યાં હતપ્રભ થઇને ઢળી પડ્યાં હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટની મંજૂરી આપવા મેડિકલ એસો. અને તબીબોની હાઈકોર્ટમાં અરજી

ફાયરિંગ થવાના કારણે આસપાસમાં પણ નાસભાગ મચી ગઇ હતી. જો કે લોકોએ તત્કાલ નજીકમાં રહેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં હાલ ત્રણેયની સારવાર ચાલી રહી છે. જો કે કોઇને ગંભીર રીતે ગોળી  નહી હોવાનાં કારણે ત્રણેયની સ્થિતી હાલ સ્થિર હોવાનું ડોક્ટર્સ જણાવી રહ્યા છે.


ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય કોરોનાના ઝપેટમાં, જગદીશ પંચાલ એપોલો હોસ્પિટલમાં દાખલ

જો કે ફાયરિંગ કયા કારણથી થયું તે હજુ અકબંધ છે. ફાયરિંગની ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી ગોળીઓની બ્લેન્ક કાર્ટિજ પણ જપ્ત કરવામાં આવી હતી. હાલ પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા વપરાયેલી બંદુક દેશી છે કે વિદેશી, હુમલો કયા કારણથી થયો અને કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગેની તપાસ ચલાવવામાં આવી રહી છે.


દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકે તો 500 કરોડનુ નુકસાન થવાની ભીતિ


જો કે પોલીસ તપાસમાં સામ સામે ફાયરિંગ થયું હોવાની વાત પણ સામે આવી રહી છે. પોલીસને અલગ અલગ પ્રકારની બુલેટ મળી આવતા તપાસ કરતા સામ સામે ફાયરિંગ થયું હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. જેથી બંન્ને જુથો વચ્ચે સામ સામે ધડાધડ ફાયરિંગ થયા હોવાની શક્યતાઓ છે. આ ઉપરાંત નાસી છુટેલા હુમલાખોરોને પણ ગોળી વાગી હોવાની શક્યતા છે. આ ઉપરાંત હુમલો કોણે કર્યો તે પણ એક મોટો સવાલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube