• અમેરિકામાં ગુજરાતીઓ પરના હુમલા સતત વધી રહ્યાં છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે

  • મૂળ સુરતનું અને અમેરિકામાં રહેતા દંપતી પર ફાયરિંગની ઘટના બની


ઝી મીડિયા/બ્યૂરો :વિદેશમાં રહેતા ગુજરાતીઓ હંમેશા લૂંટારુઓના ટાર્ગેટ પર હોય છે. તેમાં પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓના માથા પર સતત આ ખતરો તોળાતો હોય છે. ત્યારે ફરી એકવાર અમેરિકાની ધરતી પર ગુજરાતીની હત્યા થઈ છે. મૂળ સુરતનું અને અમેરિકામાં રહેતા દંપતી પર ફાયરિંગની ઘટના બની છે. જેમાં પત્નીનું મોત નિપજ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભરથાણાનો કણબી પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયો છે. આ પરિવાર મેરીલેન્ડમાં મોટલના બિઝનેસ સાથે સંકળાયેલો છે. ત્યારે હાલમાં દંપતી દિલીપ પટેલ અને તેમના પત્ની ઉષા પટેલ શુક્રવારે મોટલના કામમાં વ્યસ્ત હતા, ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો તેમના ઘરે લૂંટના ઈરાદે આવ્યા હતા. લૂંટારુઓ દંપતી પર ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા.


આ પણ વાંચો : અમદાવાદ પોલીસે 200 સીસીટીવી ફૂટેજ ફેંદ્યા, આખરે દેખાયા પટેલ દંપતીના 4 હત્યારા


ત્યારે આ ઘટના બાદ તાત્કાલિક બંનેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઉષાબેનનું કરુણ મોત નિપજ્યું છે. તો હાલ તેમના પતિ દિલીપ પટેલ સારવાર હેઠળ છે. પટેલ દંપતી સાથે બનેલી આ ઘટનામાં સુરતમાં રહેતા તેમના પરિવારજનોમાં સોપો પડી ગયો હતો. આ પટેલ દંપતીને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટો દીકરો હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. જોકે, તેમના સંતાનો પણ આ ખબરથી શોક્ડ થઈ ગયા છે. 


ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગુજરાતીઓ સલામત નથી તેવા કિસ્સા અનેકવાર બન્યા છે. અમેરિકામાં ગુજરાતીઓ પરના હુમલા સતત વધી રહ્યાં છે. લૂંટના ઈદારે તેમના પર ફાયરિંગ કરવામાં આવે છે. ત્યારે હાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ભારતીય તરફ ઝુકાવ ધરાવે છે, આવામાં આવા કિસ્સા પર ત્વરિત એક્શન લેવાય તેવુ ત્યાંના સ્થાનિક લોકો વિચારી રહ્યાં છે. 


આ પણ વાંચો : રાજસ્થાન સરકારનો ગુજરાતીઓ માટે મોટો નિર્ણય, કોરોના ટેસ્ટ વગર નો એન્ટ્રી