સુરત: અમેરિકા (America) માં કાયમી સ્થાયી થયેલા ભરથાણાના પટેલ દંપતિ પર એક અઠવાડિયા પહેલાં વિદેશ નાગરિકે ફાયરિંગ (Firing) કર્યું હતું. આ હુમલામાં પત્નીનું મોત થયું છે. પેટમાં ગોળી વાગ્યા બાદ પણ પતિને બચાવવા માટે ખેંચીને રસોડામાં ગઇ હતી. તેમછતાં હત્યાઓએ પતિના રૂમમાં ગોળી મારી હતી, જે આરપાર થઇ ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની જમીન પર ઢળી પડતાં ગોળી વાગી હોવાની ખબર પડી છે. દિલીપભાઇના ભરથાણાના મિત્ર મોહનભાઇ છીમકાભાઇ જે હાલ અમેરિકા (America) માં છે તેમણે 5 માર્ચ શુક્રવારનીર આત્રે હત્યારા હકીમ ઇવાન પોતાના મિત્રોને લઇને મોટલના રૂમમાં રોકાયા હતા. 

આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...


કોરોના (Coronavirus) મહામારીના કારણે અમેરિકામાં એક રૂમમાં એક જ વ્યક્તિને રહેવાની છૂટ છે. હકીમ ઇવાન પોતાના બંને મિત્રો સાથે રહેવાની જીદ કરી રહ્યો હતો. દિલીપભાઇની પત્ની ઉષાબેનએ ઇન્ટરકોમ પર વાત કરીને રિસેપ્શન પર બોલાવ્યા તો હકીમ ઇવાન ઝઘડો કરવાનું શરૂ કર્યું. એક હત્યારાએ રિવોલ્વર વડે ઉષાબેનના પેટમાં ગોળી મારી હતી. ગોળી વાગ્યા બાદ ઉષાબેન પતિને ખેંચીને કિચન તરફ લઇ ગઇ. 


ફાયરિંગની ઘટનાની જાણ થતાં સુરતમાં રહેતા પરિવારજનો અને સંબંધીઓમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં રહેતા તેમના સંબંધી દ્વારા આ જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર છેલ્લા કેટલાય સમયથી ગોળીબારીની ઘટનાઓ સામે આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube