અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે.


સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં દેશમાં પોખરણ અને બાલાસોરમાં જ ટેસ્ટિંગ રેન્જ છે, ત્યારે સૈન્ય-એરફોર્સના નવા શસ્ત્રોનું પરિક્ષણ ધોલેરામાં કરી શકાશે. કોન્ક્લેવમાં આવેલા ગુજરાત સરકારના ડિફેન્સ એન્ડ એરોસ્પેસના એડવાઈઝર એરમાર્શલ આર.કે.ધીરે જણાવ્યું કે, ઈન્ડિયન આર્મી અને ઈન્ડિયન એરફોર્સ આ રેન્જનો ઉપયોગ કરશે. તેનો ઉપયોગ એ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા કરાશે, જેઓ સેના માટે હથિયારો બનાવશે. તેમના દ્વારા અહીં હથિયારોનું ટેસ્ટીંગ કરવામાં આવશે. ગુજરાત સરકાર આ માટે પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે, જેના માટે પહેલેથી જ જમીન નક્કી કરી દેવાઈ હતી. 


વડોદરા : મોબાઈલ પર વાત કરતી વિદ્યાર્થીની સ્કૂલના ચોથા માળથી નીચે પટકાઈ


તો ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટીના મેનેજિંગ ડિરેક્ટર જયપ્રકાશ શિવહરેએ કહ્યું કે, ફાયરિંગ રેન્જ ધોલેરામાં જ બનશે તે ફાઈનલ છે. ઈન્ડિયન આર્મીની અરજી બાદ અમે આ રેન્જ વિકસાવી રહ્યાં છે. ગુજરાત સરકાર દ્વારા ઈન-પ્રિન્સીપલ અપ્રુવલ આપી દેવામાં આવ્યું છે. લગભગ 200 સ્કેવર કિલોમીટર વિસ્તારમાં આ રેન્જ વિકસાવવામાં આવશે. 


9 વર્ષ બાદ અમિત જેઠવા હત્યા કેસમાં ન્યાય મળતા પિતા બોલ્યા, આખરે અમને સફળતા મળી


ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી 40 કિલોમીટર દૂર આવેલા ધોલેરા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (ધોલેરા સર) દેશનું પહેલુ સ્માર્ટ સિટી તરીકે વિકસીત કરવામાં આવનાર છે. જેના માટે કેન્દ્ર સરકારે 2486 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ધોલેરામાં એરફોર્સ માટેની ખાસ એરસ્ટ્રીપ પણ તૈયાર થશે. તો ગુજરાતમાં ટાટા કંપની 4000 કરોડના રોકાણ સાથેનો ઇ-બેટરીનો પ્રોજેકટ પણ અહી શરૂ કરવાની છે. ધોલેરામાં સૌથી સસ્તી વીજળી પણ પૂરું પાડવાનું આયોજન કરવામાં આવનાર છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :