નવસારી નેશનલ હાઇવે પર લૂંટના ઇરાદે ફાયરિંગ, ઘાયલ કર્મચારીને સારવાર માટે ખસેડાયો
નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ ખેતેશ્વર હોટેલ પર રાત્રીના સમયે લૂંટના ઈરાદા પૂર્વક ફાયરિંગ કરાયું હતું. જે ફાયરિંગમાં એક ઈસમને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.નવસારી નેશનલ હાઈવે નંબર ૪૮ પર ઉન ગામની સીમમાં ખેતેશ્વર નામની હોટલ આવી છે.
નવસારી: નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલ ખેતેશ્વર હોટેલ પર રાત્રીના સમયે લૂંટના ઈરાદા પૂર્વક ફાયરિંગ કરાયું હતું. જે ફાયરિંગમાં એક ઈસમને ઈજા થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.નવસારી નેશનલ હાઈવે નંબર ૪૮ પર ઉન ગામની સીમમાં ખેતેશ્વર નામની હોટલ આવી છે.
જે હોટલની બાજુમાં આવેલ એક પેટ્રોલ પંપ પર ડિઝલ પુરાવી ત્રણ ઈસમો આવીને પૈસા બાબતે રકઝક કરી હતી. આ રકઝક પછી આ ૩ ઈસમો દ્વારા લૂંટ કરવાના ઈરાદાથી ખેતેશ્વર હોટેલમાં કામ કરતા વેઈટર પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ફાયરિંગના પગલે ચકચાર મચી છે.
જેમાં વેઈટરને ઈજા થતા તેને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે ઘટનાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસને થતા જિલ્લા પોલીસ તેમજ ડોગ સ્કવોર્ડ સહિતની ટિમ ઘટના સ્થળે દોડી આવી લૂંટારૂઓનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ ઘણાને પગલે નજીકમાં આવેલ ટોલટેક્ષ સહિતના સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની આગળની તપાસ નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube