સંદીપ વસાવા, સુરતઃ સુરતના ઓલપાડના મોટા હળપતિ વાસમાં વહેલી સવારે પતિ -પત્ની વચ્ચે કઈક એવું થયું કે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અહીં પહેલા તો પતિએ પત્નીને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ ઝેરી દવા ગટગટાવી નજીકમાં આવેલ ટાંકી પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો. ત્યારે કેમ એક પતિએ પોતાના જ ગૃહસ્થ જીવનમાં આગ લગાવી પોતાનો તેમજ પત્નીના જીવનનો અંત આણ્યો જોઈએ આ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીમાં એક કહેવત છે કે ગુસ્સો માણસને બરબાદ કરી નાંખે છે અને આવુજ કઈ ઓલપાડમા બનવા પામ્યું છે. ઓલપાડના મોટા હળપતિ વાસમાં રહેતા ધનસુખ રાઠોડ અને તેમની પત્ની લક્ષ્મીબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. પરંતુ વહેલી સવારે પતિ -પત્ની વચ્ચે કોઈ અણબનાવ થયો અને પતિ ધનસુખ રાઠોડ઼ે પત્ની લક્ષ્મી રાઠોડને ધારદાર કુહાડી મારી દેતા લક્ષ્મીબેન ગંભીર રીતે ઘવાયા હતા. જોકે પિયર આવેલી દીકરી ઘરમાં આવી જોતા માતા લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. અને તેના પિતા ધનસુખ રાઠોડ હાથમા કુહાડો લઇ ઉભા હતા. જો કે દીકરી તેજલને જોઈને જ પિતા ઘરની બહાર ભાગી છૂટ્યા..અને માતાને હોસ્પિટલ લઈ જવાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા.


આ પણ વાંચોઃ બે-બે પત્ની અને 6 બાળકોનું ભરણપોષણ કરવા શરૂ કર્યું એવું કામ.... સાત વર્ષ બાદ ઝડપાયો


તો હજી માતાનો મૃતદેહ આંખ સામે જ હતો અને બીજી તરફ માતાની હત્યા કરી ભાગેલા પિતાએ પણ ઝેરી દવા પીઇ ઘર નજીક આવેલ ટાંકી પરથી મોતની છલાંગ લગાવી દેતા તેમનું પણ ઘટના સ્થળે મોત થયું. જોકે લક્ષ્મીબેનની હત્યા પતિ ધનસુખે કેમ કરી એ હવે રહસ્ય બની ગયું છે. પણ ગુસ્સાની આગમાં એક પરિવારે માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે અને હસતા રમતા પરિવારમાં હાલ માતમ જોવા છવાઈ ગયો છે.


હાલ તો સમગ્ર હત્યા અને આપઘાત મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધી ઝીણવટ ભરી તપાસ હાથધરી છે. પરંતુ હત્યા બાદ આપઘાત પાછળનું કારણ હાલ રહસ્ય બની ગયું છે.કેમકે હત્યા કરનાર પિતાએ પણ મોતને વ્હાલું કરતા બાળકો નોંધારા બની ગયા છે.