મૌલિક ધામેચા/અમદાવાદ: ભારતમાં ટેકનોલોજી વધી રહી છે તેમ તેમ તેનો ઉપયોગ પણ લોકો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. આધુનિક યુગમાં અનેક ડિવાઇસ લોકો માટે આશીર્વાદરૂપ છે તો તેની સામે આવા ડિવાઇસથી લોકો હવે ક્રાઈમ પણ કરી રહ્યા છે. અમદાવાદ સાઇબર ક્રાઇમમાં એક એવો કિસ્સો નોંધાયો છે કે જેમાં એક યુવક આધુનિક ડીવાઈસ ઉપયોગ કરી તેની પાર્ટનરનો ડેટા મેળવતો હતો. જોકે યુવતીને ખ્યાલ આવતા તેણે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે કે પૂર્વ બિઝનેશ પાર્ટનરે જ યુવતીની માહિતી મેળવવા ષડયંત્ર રચ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીના અપમાનનો વિવાદ વકર્યો! કરણી સેના મેદાનમાં, આપ્યું 24 કલાકનું અલ્ટીમેટ, નહી


અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો કોઈ પીછો કરી તેની રેકી કરી રહ્યું છે અને લોકેશન પણ મેળવી રહ્યું છે. યુવતીની માહિતીને આધારે પોલીસે વધુ તપાસ કરી હતી અને યુવતીની પણ ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે તેમનો બિઝનેસ પાર્ટનર તેની જાણ બહાર તેમના ફોનના ડેટા મેળવી રહ્યો છે. 


વન નેશન, વન ઈલેક્શનની કમિટીનું નોટિફિકેશન જાહેર, સામે આવ્યા સભ્યોના નામ


જોકે સમગ્ર ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. સાઇબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે જે યુવતીએ ફરિયાદ કરી હતી તેમની કારમાં તેમના બિઝનેસ પાર્ટનરે એપલનું એરટેગ ડિવાઇસ મૂકી દીધું હતું. જેના કારણે યુવતીના લોકેશન અને તેમની ફોન કોલ કે મેસેજની વિગત તેમાં સેવ થઈ જતી હતી અને બાદમાં આ યુવક તે ડેટા મેળવી લેતો હતો. જો કે યુવતીને તેમની કારમાં આ ડિવાઇસ હોવાથી જાણ હતી નહિ.


રિવરફ્રન્ટ પર તૈયાર બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ, અદાણીને કરાયા છે લ્હાણી


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદી યુવતી અને આરોપી બંને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં પાર્ટનર હતા. પરંતુ કોઈ જમીન વિવાદને લઈને બંને અલગ થઈ ગયા હતા અને ત્યારબાદ યુવક દ્વારા યુવતીની વાતચીત કે લોકેશન જાણવા માટે તેની કારમાં એપલનું એરટેગ ડિવાઇસ મૂકી દેવામાં આવ્યું હતુ અને યુવતી દ્વારા પણ પોતાના ફોનમાં આ એરટેગનું એક્સેસ પણ આપવામાં આવ્યું હતું. જેને લઈને યુવતીનો ડેટા આ એરટેગમાં આવી જતો હતો. યુવક દ્વારા યુવતીની કાર સફાઈ માટે આવતા એક વ્યક્તિનો સંપર્ક કરી આ ડિવાઇસ યુવતીની કારમાં લગાડવામાં આવ્યું હતું અને રોજેરોજ આ એરટેગ ડીવાઈસથી યુવક યુવતીનો ડેટા મેળવી રહ્યો હતો.


પિક્ચર અભી બાકી હૈ...100 વર્ષના ઈતિહાસમાં ભલે ઓગસ્ટ સૂકો પણ સપ્ટે.માં મેઘો બોલાવશે.


એપલ એરટેગનો ઉપયોગ સામાન્ય રીતે ભારતમાં ખૂબ ઓછો કરવામાં આવે છે. એપલ એરટેગ ડીવાઈસ સામાન્ય રીતે કોઈ પણ વસ્તુ કે પાર્સલને ટ્રેક કરવા માટે વાપરવામાં આવતું હોય છે એટલે કે આ નાનકડું એરટેગ આપણી કોઈ વસ્તુમાં મૂકી દેવામાં આવે તો તે ક્યાં છે તેનું લોકેશન મેળવવામાં આવતું હોય છે અથવા તો તે અમુક રેન્જથી દૂર જતી રહે તો તેનું એલર્ટ પણ મળતું હોય છે. 


સાળંગપુર ભીતચિત્રોને કાળો કલર કરી નુકસાન પહોંચાડનારના સમર્થનમાં આવ્યું હિન્દુ સંગઠન


પરંતુ અમદાવાદનાં યુવકે આ એપલ એરટેગનો ઉપયોગ અલગ રીતે કર્યો અને તેમના બિઝનેસ પાર્ટનરની રેકીમાં એપલ એરટેગનો ઉપયોગ કર્યો છે આવો ભારતમાં પ્રથમ પોલીસ કેસ નોંધાયો છે. હાલ તો સાયબર ક્રાઇમ દ્વારા યુવતીની ફરિયાદ લઈ તેમના બિઝનેસ પાર્ટનર યુવકની શોધખોળ હાથ ધરી છે.


ભયંકર ચમત્કાર! 2 રૂપિયાનો શેર 24 કલાકમાં જ 149 રૂપિયાએ પહોંચ્યો, 9330 ટકાનો ઉછાળો