ક્રિકેટમાં બનાસકાંઠાનું નામ ગુંજતું કરશે પાટીદાર યુવક, વડનગરનો ઉર્વીલ પટેલની IPL માં પસંદગી થતા પરિવાર ખુશ
ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો કહેવાતો આવ્યો છે. પરંતુ આ જિલ્લાના યુવાનો અનેક ક્ષેત્રે કાઠું કાઢી હવે જિલ્લાના પછાતપણાનું કલંક દુર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ યુવાને ક્રિકેટ ક્ષેત્રે ઝમ્પલાવી પોતાની પ્રતિભા ઉજાગર કરી IPL ની ટીમમા પસંદગી પામ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, તે કેવી રીતે પહોંચ્યો IPL સુધી આવો જોઈએ.
IPL Auction 2023 અલકેશ રાવ/બનાસકાંઠા : ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો પછાત જિલ્લો કહેવાતો આવ્યો છે. પરંતુ આ જિલ્લાના યુવાનો અનેક ક્ષેત્રે કાઠું કાઢી હવે જિલ્લાના પછાતપણાનું કલંક દુર કરતાં જોવા મળી રહ્યા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના કોઈ યુવાને ક્રિકેટ ક્ષેત્રે ઝમ્પલાવી પોતાની પ્રતિભા ઉજાગર કરી IPL ની ટીમમા પસંદગી પામ્યો છે. ત્યારે કોણ છે આ યુવક, તે કેવી રીતે પહોંચ્યો IPL સુધી આવો જોઈએ.
ગુજરાતીમાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય અને આ કહેવતને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના એક યુવકે સાબિત કરી બતાવી છે. વાત છે પાલનપુરના ઉર્વીલ પટેલ નામના યુવકની. જે આઈપીએલની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સમાં પસંદગી પામ્યો છે. ઉર્વીલે પટેલે ક્રિકેટર બનવાનું સપનું તો 6 વર્ષની વય જ જોઈ લીધું હતું. જોકે ઉર્વીલના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને જોઈ તેના શિક્ષક માતા પિતાએ પણ ઉર્વીલને ક્રિકેટમાં જ આગળ વધારવાનું મન બનાવી લીધું. ઉર્વીલ બાળપણથી જ પોતાના અભ્યાસ કરતા ક્રિકેટ પર વધારે ધ્યાન આપતો અને નાનપણથી જ તેની તૈયારીઓ આરંભી દીધી હતી. તે નાનપણથી જ અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લઈ પોતાની પ્રતિભા ઉજાગર કરતો આવ્યો છે.
આ પણ વાંચો :
યુએન મહેતા હોસ્પિટલે હીરાબાનું હેલ્થ બુલેટિન જાહેર થયું, રિપોર્ટ નોર્મલ આવ્યા
ગુજરાતની અનોખી પોસ્ટ ઓફિસ, જ્યાં પ્રવેશવા માટે રૂપિયા ખર્ચીને લેવી પડે છે ટિકિટ
ખુશખબર! મતદાન માટે નહીં ખાવા પડે ધક્કા, જ્યાં કામ કરતા હશો ત્યાંથી જ કરી શકશો મતદાન
ઉર્વીલ પટેલનો પરિવાર મૂળ મહેસાણાના વડનગરનો છે. પરંતુ માતા- પિતા અને પરિવાર સાથે પાલનપુરમાં સ્થાયી થયો છે. અને પાલનપુરના હાઇવે વિસ્તારમાં પોતાનું નિવાસસ્થાન ધરાવે છે. ઉર્વીલના માતા અને પિતા બંને શિક્ષક છે. પરંતુ ઉર્વીલને શિક્ષણ પ્રત્યે ઓછો પરંતુ ક્રિકેટ પ્રત્યે વધુ પ્રેમ છે. જેને લઇ તેના માતા પિતા ઉર્વીલને બાળપણથી જ ખાનગી કોચિંગ ક્લાસીસમાં ક્રિકેટનું કોચિંગ અપાવતા હતા. જો કે તે બાદ ઉર્વીલ અલગ અલગ ટુર્નામેન્ટો રમતા રમતા અંડર-16, અંડર-19 વર્લ્ડ કપ, એનસીએ, સૈયદ મુસ્તાક અલી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને રણજી ટ્રોફી સહિતની ટુર્નામેન્ટો રમી ચૂક્યો છે. જો કે આ ટુર્નામેન્ટમા સારુ એવુ પ્રદર્શન કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષ અગાઉ ઉર્વીલ IPL મેચની ટીમમાં પસંદગી પામવાનું સપનું જોયું. અને આ સપનાને સાકાર કરવા તે છેલ્લા પાંચ વર્ષથી અમદાવાદ પહોંચી તનતોડ મહેનત કરી રહ્યો હતો... અને આખરે તેને ગ્રાઉન્ડ ઉપર પાડેલા પરસેવા થકી 24 વર્ષ 73 દિવસની વયે પોતાનું સપનું સાકાર કરી દીધું.
ભેંસના શીંગડા વચ્ચે ચકલીએ માળો બનાવ્યો, જુઓ અદ્દભૂત Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube