જમીલ પઠાણ /છોટાઉદેપુર: ભાજપે એસ.ટી માટે અનામત એવી છોટાઉદેપુર બેઠક ઉપર પહેલી વાર મહિલા ગીતા બેન રાઠવાને ટીકીટ આપી છે. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર બેઠક ઉપર આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યો છે. છોટાઉદેપુર બેઠક ઉપર સતત બે ટર્મથી વિજેતા આવેલા ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી ભાજપે જિલ્લા પંચાયત સભ્ય એવા ગીતાબેન વજેસિંહ રાઠવા ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગીતાબેન રાઠવાનું નામ જાહેર થતા સમર્થકોમાં ખાસ કરીને મહિલાઓમાં ભારે ખુશીનો માહોલ છે.


દેશનો મૂડ મોદી તરફી, ચોકીદારનો મુદ્દો દેશ ભક્તિ સાથે જોડાયેલો: બાબા રામદેવ


ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.



અત્યારસુધી છોટાઉદેપુર બેઠક ઉપર ખેલાતો રાઠવા સામે રાઠવા નો જંગ ફરી એક વાર યથાવત રહ્યો છે, જોકે બંને પક્ષે આ વખતે મોહરા બદલાઈ ગયાં છે. જિલ્લા પંચાયત બાદ સીધા લોકસભાના મેદાનમાં ઉતારેલા ગીતાબેનની સીધી ટક્કર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવા સાથે છે. ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરતાં ગીતાબેન રાઠવાએ  જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.