અતુલ તિવારી, અમદાવાદ: જે સ્ટેડિયમનું ઉદ્ધાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે તે મોટેરા સ્ટેડિયમ અંગે મોટા સમાચાર આવ્યાં છે. આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ છે. અને ચાહકોને હવે આ સ્ટેડિયમમાં મેચ જોવાની આતુરતા પણ ઘણી હશે. તો તમારી આતુરતાનો જલદી અંત આવવાનો છે. આ મેદાનમાં પ્રથમ મેચ એપ્રિલ મહિનામાં યોજાય તેવી શક્યતા છે. મોટેરામાં 'રણજી ટ્રોફી ચેમ્પિયન' અને 'રેસ્ટ ઓફ ઇન્ડિયા' વચ્ચે ઈરાની કપની રમાઈ શકે છે. 15 એપ્રિલની આસપાસ મોટેરા મેદાનમાં ઈરાની કપની આ મેચ રમાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈરાની કપના જંગને 'ધ બેસ્ટ vs બેસ્ટ ઓફ ધ રેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ઈરાની કપની મેચ મોટેરામાં રમાય તે માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રયાસો શરૂ થઈ ગયા છે. BCCI દ્વારા ઈરાની કપને પ્રથમ શ્રેણીની માન્યતા અપાયેલી છે. 9 થી 13 માર્ચ દરમિયાન રમાનારી રણજી ટ્રોફીની વિજેતા ટીમ ઈરાની કપમાં રમશે. રણજી ટ્રોફીની મેચ હાલ કવાર્ટર ફાઇનલના સ્ટેજ સુધી પહોંચી છે. રણજીની કવાર્ટર ફાઇનલમાં કુલ 8 ટીમો પહોંચી છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થાય છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube