ગાંધીનગર: ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઇને સૌરાષ્ટ્ર લોકસભાની બેઠકો પર મનો મંથન કરવામાં આવી રહ્યું છે. આજે એટલે કે શનિવારે ભાજપની સૌરાષ્ટ્રની 4 લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જામનગર,અમરેલી,ભાવનગર અને સુરેન્દ્રનગરની બેઠકો પર ચર્ચા કરવામાં આવશે. આ સમીક્ષા બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સી.એમ.નીતિન પટેલ પણ ઉપસ્થિતિ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત આ બેઠકમાં પ્રદેશ અગ્રણીઓ તથા જે તે લોકસભા બેઠકના પ્રભારી , લોકસભા બેઠકના ઇન્ચાર્જ - સહઇન્ચાર્જ , જિલ્લા પ્રભારી મંત્રી, જિલ્લા સંગઠન પ્રભારી,જિલ્લા પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહશે. ઉલ્લેખનીય છે કે 2019માં લોક સભાની ચૂંટણી છે જેને લઈ ભાજપ દ્વારા તૈયારીના ભાગ રૂપે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઇ અગાઉથી પાયો મજબૂત કરવામાં આવી રહ્યો છે.


વધુ વાંચો...GCCIએ ચાર મહિનામાં બીજીવાર બિઝનેસ વુમન વિંગ કમિટીનું કર્યું વિસર્જન


મોદીના ગુજરાત પ્રાવસ બાદ ભાજપમાં બેઠકનો દૌર 
વડાપ્રધાન નરેન્દ્રમોદી 31 ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવા આવ્યા બાદ ભાજપમાં બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. મોદી ગુજરાતમાં આવ્યા બાદ ભાજપમાં લોકસભાની ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે બેઠકોની શરૂઆતો કરી દેવામાં આવી છે. જેથી સૌરાષ્ટ્રની ચાર લોકસભાની ચૂંટણી અંગે મનોમંથન કરવા મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.