ગૌરવ પટેલ/ અમદાવાદ: અમદાવાદ જીએલએસ યુનિવર્સિટી (GLS University) ખાતે BBA (Retail Management) કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. મારૂતિ (Maruti) અને GLS યુનિવર્સિટી વચ્ચે કોર્ષ શરૂ કરવા જોડાણ કરવામાં આવ્યું છે. તેમના દ્વારા 35-35 ની બે બેંચની ચાલુ વર્ષથી શરૂઆત કરવામાં આવી છે. એક સેમીસ્ટરની ફી રૂપિયા 25 હજાર છે જ્યારે કુલ 6 સેમીસ્ટરનો આ કોર્ષ છે. બે સેમીસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બાકીના 4 સેમીસ્ટર વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશીપ (Internship) કરવાની રહેશે. ઈન્ટર્નશીપના ભથ્થા પેટે વિદ્યાર્થીઓને (Student) દર મહિને 8 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh Chudasama) BBA (Retail Management) કોર્ષનો પ્રારંભ કરાવ્યો છે. મારૂતિ સુઝુકીના (Maruti Suzuki) વાઈસ પ્રેસીડેન્ટ અને જીએલએસ યુનિવર્સિટીના (GLS University) પ્રેસીડેન્ટ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનું ગૌરવ મને મળ્યું છે. ગુજરાતનો પહેલો પ્રસંગ હશે કે જ્યાં ઔદ્યોગીક ગૃહે યુનિવર્સિટી સાથે એમોયુ કર્યા છે. આજનો દિવસ ઇતિહાસમાં લેન્ડ માર્ક તરીકે સાબિત થશે.


આ પણ વાંચો:- અમદાવાદ મહાનગર પાલિકાના વિવિધ વિકાસ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી


ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, જીએલએસ માટે મેં વિધાનસભામાં બીલ મુક્યું હતું. ત્યારે શિક્ષણ મંત્રી વિરોધ પક્ષના વખાણ કરતા કહ્યું કે, આ બીલ કોઈપણ પ્રકારના વિરોધ વગર પાસ થયું હતું. વિરોધ પક્ષ શિક્ષણના તમામ કામોમાં સાથ આપે છે તે બદલ તેમનો આભાર માનું છું. આ એમઓયુના પરિણામે ગુજરાત અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગોને લાભા થશે. ઉદ્યોગોને જે પ્રકારના સ્કીલવાળા ગ્રેજ્યુએટ વ્યક્તિ જોઈએ છે તે પ્રકારના મળી રહશે.


આ પણ વાંચો:- AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...


રાજ્યમાં શાળા કોલેજો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ કહ્યું કે, અગાઉ રી-ઓપન અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં નિર્ણયો લેવાયા હતા. હવે શાળા-કોલેજો અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોમાં નિર્ણય લેવાશે. ક્રમ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. શિક્ષણનું સ્તર કથળવા અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, પરીક્ષા આપ્યા વગર વિદ્યાર્થીઓ ધોરણ 11 માં પહોંચી ગયા છે.


આ પણ વાંચો:- AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ


શિક્ષકોની વેદના કે વિદ્યાર્થીઓને ત્રીજાનો કે 9 માં ધોરણનો અભ્યાસ કરાવવો પડે છે. નો ડિટેન્ડશનના કારણે 9 ધોરણ સુધી વિદ્યાર્થીઓ પરીક્ષા વગર પહોંચે છે. ધોરણ 10 માં કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યું છે. નિષ્ણાતો માત્ર શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના મેંણા મારે છે. નિદાન કસોટીથી અમે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર ભાર મુકીશું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube