કેતન બગડા/અમરેલી: સાવરકુંડલાના વાશીયાળીમાં ભારે વરસાદના કારણએ સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. પ્રથમ વરસાદમાં જ અમરેલીમાં મેધરાજાનો કહેર જોવા મળ્યો હતો. સાવરકુંડલાના વાશીયાળી ગામમાં ભારે વરસાદ થવાના કારણે સ્થાનિક નદીમાં એક દંપતિ બળદગાડા સાથે તણાયું હતું. જેમાં પુરુષનો બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે નદીમાં તણાયેલી મહિલાનું મોત થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં ગત બે દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીમાં મેઘો મન મુકીને વરસી રહ્યો છે. અમરેલી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો. જ્યારે સાવરકુંડલાના વાશીયાળી ગમમાં એક મહિલા અને પુરુષ બળદગાડુ લઇને નદી પાસેથી પસાર થતા નદીમાં આવેલા પુરમાં બળદગાડા સાથે તણાયા હતા.


રાજકોટ: હવે આડેધડ વાહન પાર્ક કરનારને મળશે ઇ-મેમો, જાણો કેટલો થશે દંડ


જુઓ LIVE TV



સ્થાનિક નદીમાં આવેલા પુરમાં બળદગાડા સાથે તણાયેલી મહિલા અને પુરુષનો શોધવાની કાર્યવાહી શરૂ કરતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પુરુષને સ્થાનિકો દ્વારા જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. અને તેને પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મામલતદાર, ટીડીઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.