ઉદય રંજન, અમદાવાદ: ભારતમાં પ્રથમવાર અમદાવાદ શહેર અને જીલ્લામાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધારકાર્ડ નિકાળવાની શરૂઆત અંધજન મંડળથી કલેકટર સંદિપ સાંગલે થકી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અંદાજે ૩૦થી ૪૦ હજાર દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકો છે. જેમના આધાર કાર્ડ કોઈપણ જગ્યાએ નિકળતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આધારકાર્ડ અત્યારના સમયએ ખુબ જરૂરી દસ્તાવેજ છે કારણ કે આધારકાર્ડ થકિજ બાળકને સ્કોલરસિપ કે અન્ય યોજનાઓનો લાભ મળી શકે છે. ત્યારે આ તમામ બાળકોના આધારકાર્ડ નિકાળવા માટે અમદાવાદ કલેકટર દ્વારા સ્પેશિયલ પર્શન સ્પેશિયલ કાર્ડ નામે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ એક લક્ષ્ય લઈને દિવ્યાંગ બાળકોના આધાર કાર્ડ નિકાળવાની શરૂઆત કરવામાં આવી છે. 


દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ બાળકોના આધાર કાર્ડ નિકાળવવા તે ખુબ અઘરૂ કામ છે કારણ કે પ્રજ્ઞાચક્ષુ બાળકના આંખની કિકી ન દેખાય ત્યાં સુધી તેના ફોટો સોફ્ટવેરમાં આવતો નથી એટલે એક બાળકના અંદાજે ૨૦ કરતાં વધુ ફોટો પડે પછી જ તેનો ફોટો આવે છે. સાથે સાથે બાળકોના ફિંગર પ્રીન્ટ લેવામાં પણ ઘણી મુશ્કેલી ઉભી થાય છે. ત્યારે અત્યાર સુધી જીલ્લામા6 ૬૭ જેટલા બાળકોના આધારકાર્ડ નિકાળવવામા આવ્યા છે અને આજે ૧૫ જેટલા બાળકોના આધાર કાર્ડ કાઢાયા છે. ત્યારે આવનારા સમયમા પણ જિલ્લાના અન્ય તાલુકાઓમા પણ આજ રીતે સામાજીક સંસ્થાઓને સાથે રાખી બાળકોના આધાર કાર્ડ નિકાળવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube