તૃષાર પટેલ/વડોદરા: રાજ્યમાં સૌ પ્રથમ વાર વડોદરા રેલવે વિભાગ દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્લાન્ટના પગલે હવે સૂકા અને ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાશે તો વળી કચરાના નિકલના ફળસ્વરૂપે ખાતર પણ મેળવી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ બાદ ગુજરાતમાં થશે શરૂઆત 
વેસ્ટર્ન રેલવે દ્વારા સૌ પ્રથમ વાર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની શરૂઆત મુંબઈ ખાતે કરવામાં આવી હતી અને હવે ગુજરાતમાં પહેલો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા રેલવે સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં આવન જાવન કરતાં મુસાફરો અને અનેક ટ્રેનો મારફતે મુસાફરી કરતાં મુસાફરો દ્વારા ત્યજી દેવાતા ભીના અને સૂકા કચરાનું એકત્રીકરણ કરીને તેના ઉપર પ્રોસેસિંગ કરી ખાતર બનાવવાનો પ્લાન્ટ વડોદરા ખાતે શરૂ કરવામાં આવ્યો છે.


ધનાઢ્ય સુમુલ ડેરીના માથે 4 વર્ષમાં 1 હજાર કરોડનું દેવું, વર્ષે 64 કરોડ વ્યાજ ચુકવણી


ઓટોમેટિક મશીનથી થશે કચરાનો નિકાલ 
વડોદરા ખાતે નિર્માણ પામેલ આ પ્લાન્ટ ખાતેથી પ્રતિ દિવસ ભીના કચરામાંથી 100 કિલો જેટલું ખાતરનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મુસાફરો દ્વારા ત્યજી દેવાતા સૂકા ભીના કચરાને રેલવે સ્ટેશન ખાતેથી એકત્રિત કરી તે કચરાને પ્લાન્ટ ખાતે લાવવામાં આવે છે અને ત્યાર બાદ પ્લાન્ટ ખાતે ફરજ બજાવતાં કર્મીઓ સુરક્ષાની બાબતોને ધ્યાને રાખીને બંને પ્રકારના કચરાને વર્ગીકૃત કરીને પ્લાન્ટમાં પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે અને પ્લાન્ટમાં સ્થાપિત ઓટોમેટિક મશીન દ્વારા કચરા પર પ્રોસેસિંગ કરી તેનું ખાતર બનાવવામાં આવે છે.


કસ્ટમર કેરમાં કોલ કે ફરિયાદ કર્યા પછી તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી, જાણો કઇ રીતે


પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ માટે ખાસ સુવિધા
વડોદરા રેલવે વિભાગ દ્વારા પ્રસ્થાપિત આ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ ખાતે ફરજ બજાવતાં કર્મચારીઓની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.ભીના અને સૂકા એમ બંને પ્રકારના કચરામાંથી સતત આવતી દુર્ગંધ અને સૂગ કર્મીઓ માટે માથાનો દુખાવો બની રહે છે ત્યારે આ સ્થિતિમાં ફરજ બજાવતાં કર્મીઓ મો પર માસ્ક બાંધીને હાથમાં ગ્લોવ્ઝ પહેરી ગમ બુટના સહારે પ્લાન્ટમાં કામગીરી કરે છે. પ્લાન્ટ સ્થાપનાર અને તેનું મેઇન્ટેનન્સ કરનાર અધિકારીઓ દ્વારા પ્લાન્ટ ખાતે ફરજ બજાવનાર કર્મીઓને વિશેષ તાલીમ આપવામાં આવે છે.



રોજ બનશે 700 કિલો ખાતર
સ્ટેશન ખાતે સ્થપાયેલ પ્લાન્ટમાં ભીનો અને સૂકો એમ બંને પ્રકારના કચરા પર પ્રોસેસિંગ કરી શકાશે જેમાં ભીના કચરામાંથી ખાતર બનાવી શકાશે જ્યારે સૂકા કચરામાં સમાયેલ પદાર્થો પર પ્રોસેસિંગ કરી તેને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયાસ પ્લાન્ટ કર્મીઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્લાન્ટના મશીનની ખાસિયત અને ક્ષમતાની જો વાત કરીએ તો મશીનમાંથી એક દિવસની કામગીરી કરીને 700 કિલો જેટલું ખાતર બનાવી શકાય છે. આ પ્લાન્ટને કારણે હવે રેલવે સ્ટેશન ખાતેથી મળી આવતાં ભીના કચરાનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી શકાશે.