કાર્યવાહી કે ષડયંત્ર! પહેલા દુકાનની સામે કચરો ઠાલવ્યો, પછી કરી સીલ
હાલમાં ટ્રાફિક, પાર્કિંગ અને કચરાને લઈને અમદાવાદમાં તંત્ર એક્શનમાં છે.
અમદાવાદઃ અમદાવાદના ગુરૂકુલ રોડ પર AMCના અધિકારીઓ દ્વારા ષડયંત્ર રચીને વેપારીની દુકાનને સીલ કરવામાં આવી છે. AMCના કર્મચારી દ્વારા પહેલા દુકાન સામે કચરો ઠાલવવામાં આવ્યો અને બાદમાં અધિકારી દ્વારા ખૂબસુરત નામની દુકાન પાસે ગંદકી ફેલાવવા બદલ દુકાનને સીલ મારવામાં આવી. જો કે AMCના કર્મચારીઓ દ્વારા જ્યારે કચરો ઠાલવવામાં આવ્યો તે દ્રશ્યો CCTVમાં કેદ થઈ ગયા છે જેથી તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે AMCએ દુકાન સામે ગંદકી ફેલાવતા દુકાનદારો સામે લાલઆંખ કરી છે ત્યારે AMCની આવી કામગીરીનો કિસ્સો સામે આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. જો આ મામાલે AMCએ સ્પષ્ટતા કરતા જમાવ્યું છે કે, આ પહેલા પણ આ દુકાનદારને ગંદકી ફેલાવવા બદલ નોટીસ આપવામાં આવી છે. દુકાનદારની દુકાન ખુલે તે પહેલા AMCના કર્મચારીઓએ કચરો ઉઠાવી લીધો હતો પરંતુ બાદમાં લાગ્યું કે આ દુકાનદાર માનસે નહીં જેથી AMCના કર્મચારીઓએ તે કચરો ફરીથી તેની દુકાન સામે મુક્યો છે. જેથી આ CCTV અધુરા હોવાનું AMCએ જણાવ્યું છે.