લોકડાઉન પછી હટ્યો પહેલો પ્રતિબંધ, સાગરખેડુ ભાઈઓને દરિયામાં જવાની મળી છુટ
ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.
હિતલ પારેખ, ગાંધીનગર : દેશ અને ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કિસ્સાઓને કારણે સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જે 14 એપ્રિલે પુરો થાય છે. હજી આ લોકડાઉનના સમયને વધારવા માટે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ મુખ્યમંત્રી દ્વારા સૌથી પહેલીવાર કોઈ પ્રતિબંધ હળવો કરવાનો નિર્ણય લેવાયો છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કરેલી જાહેરાત પ્રમાણે સાગરખેડુ ભાઈઓને આજથી દરિયામાં જવાની છુટ આપવામાં આવી છે. સાગરખેડુ કુટુંબને પણ પોતાની રોજીરોટી મેળવવા માટે માછલી પકડવાની અને એનું પ્રોસેસિંગ કરવાની તેમજ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરવાની પણ છૂટછાટ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા છે. તેમણે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં નવા 54 કેસ નોંધાયા કુલ આંકડો 432 પર પહોંચ્યો છે. વડોદરા અને અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ છે. અહીં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 228 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube