હેમલ ભટ્ટ/સોમનાથ: સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાં ફરી ગીર ગાયોનો વ્યાપ વઘે અને ગોપાલકો પણ સારી રીતે આર્થિક ઉપાર્જન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે પ્રથમ જયોર્તીલીંગ સોમનાથ મંદીર ટ્રસ્ટ સંચાલીત ગૈાશાળા દ્વારા જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ગીર ગાયની તંદુરસ્તી માટેની હરીફાઇનું આયોજન કરવામાં આવેલ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને લોકોમાં ગાયમાતા પ્રત્યે જાગૃતતા કેળવાય અને ગીર ગાય કે સૌરાષ્ટ્ર ગુજરાતની એક ઓળખ છે તે ગીર ગાયનો સંવર્ઘન સાથે વ્યાપ વઘે તે માટે આ પ્રકારની હરીફાઇનું આયોજન કરવમાં આવ્યું હતું. જેમાં બંન્ને જીલ્લા માંથી કુલ 173 ગીર ગાયોની એન્ટ્રી નોંઘાઇ હતી. જેમાં નિષ્ણાંત વેટરનરી ડોકટરોની ટીમ દ્વારા કરાયેલ સર્વેક્ષણમાં ૧૦ જેટલી ગાયો થઇ વિજેતા થઇ હતી.


ચોમાસામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા પહોંચ્યા હજારો વિઝીટર્સ


જુઓ LIVE TV : 



સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌપાલકોને રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સોમનાથ ટ્રસ્ટના ઉમદા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરસોતમ રુપાલા, મનસુખભાઇ માંડવીયા, રાજય કૃષી મંત્રી આર.સી.ફળદુ સહિતના નેતા જોડાયા હતા. દેશી ગીર ગાયોની તંદુરસ્તી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીની નેતાઓ દ્વારા પણ બિરદાવામાં આવી હતી.