ખેડા: કપડવંજની સંગમ નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા પાંચ ડૂબ્યા, 4ના મોત
ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખેડા જીલ્લાના કપડવંજમાં પણ કેટલાક લોકોએ ગણેશ વિસર્જન કરવા પહોચેલા પાંચ યુવાનો સંગમ નદીમાં ડુબવાની ઘટના સામે આવી હતી. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
યોગીન દરજી/ખેડા: ગણેશ ઉત્સવ ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ખેડા જીલ્લાના કપડવંજમાં પણ કેટલાક લોકોએ ગણેશ વિસર્જન કરવા પહોચેલા પાંચ યુવાનો સંગમ નદીમાં ડુબવાની ઘટના સામે આવી હતી. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે.
મળતી માહિતી અનુસાર ખેડા જીલ્લાના કપડવંજ શહેરના અતિસાર દરવાજા પાસે એક યુવા મંડળ દ્વારા ખુબ ધુમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. પાંચ દિવસની ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે યુવાનો ગણેશ વિસર્જન માટે શહેરથી નજીક આવેલી સંગમ નદીએ ગયા હતા. ગણેશ વિસર્જન સમયે પાંચ યુવાનો પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકને બચાવી લેવાયે છે, જ્યારે અન્ય ચારમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે.
સુરત: 11 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે સાળા-બનેવીની અટકાયત
ગણેશ વિસર્જન સમયે યુવાનો ભગવાનની મૂર્તિ લઈ પાણીમાં ઉતર્યા તે સમયે અચાનક નદીના ઊંડાણવાળા વિસ્તારમાં જતા રહેતા પાંચે યુવાન તણાયા હતા. આ ઘટના સર્જાતા તુરંત સ્થાનિક તરવૈયાઓએ નદીમાં કુદી એકને બચાવી લીધો, જ્યારે અન્ય યુવાનો તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે.
જુઓ LIVE TV :