કિરણસિંહ ગોહિલ, સુરત: પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે સોની પાર્કમાં ગેસનો બાટલો ફાટવા મામલે 5 ઇસમોને ગંભીર હાલતમાં સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો પાંચ પૈકી 1 ઇસમનું ઘટનાના જ દિવસે ટૂંકી સારવાદ દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ભાવનગર: રૂપિયા 30,800ની ડુપ્લીકેટ નોટો સાથે એકની ધરપકડ, પ્રિન્ટિંગ મશીન જપ્ત


સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા સોની પાર્ક વિભાગ-2 ખાતે રહેતા ઓમપ્રકાશ ત્રિભુવન ગૌડ(24) મીલમાં કલર સ્ટોરમાં નોકરી કરે છે. તેમના રૂમમાં તેમની સાથે અન્ય 6 સાથીઓ પણ રહે છે અને ડાઈંગ મીલમાં તેમજ કાપડ માર્કેટમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. 14 જુલાઇ શનિવારે રાત્રે ઓમપ્રકાશભાઈ તેમજ તેમની સાથે રૂમમાં રહેતા રોહીતસિંગ દલપ્રતાપ ગૌડ(18), જયલાલ ભગત સિંગ(22) રામબહાદુર દેવલાલ સિંગ(28) અને શિવ પ્રતાપ ગૌડ(19) રૂમમાં સુતા હતા.


વધુમાં વાંચો:- દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં ચોરી કરતા આવતી હાઇટેક ગેંગની ધરપકડ


રાત્રી દરમિયાન રૂમમાં મુકેલા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયો હતો અને રાત્રે 3:30 વાગ્યાના અરસામાં કોઈક રીતે ગેસને સ્પાર્ક મળી જતા ધડાકા થયો હતો. રૂમમાં પ્રસરેલા ગેસમાં ધડાકો થતા રૂમમાં સુતેલા ઓમપ્રકાશ સહિતના પાંચેય યુવકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને તમામ ઘરવખરીનો સામાન પણ બળી ગયો હતો.


વધુમાં વાંચો:- કાંકરિયા રાઇડ કાંડ: કોર્પોરેશનની બેદરકારી, મેઇન્ટેનસ સર્ટિફિકેટ આપનાર ડિપ્લોમા ફેલ


ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. પાંચેય યુવકો ગંભીર રીતે દાઝેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક પાંચેયને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ પૈકી 1 ઇસમનું ઘટનાના જ દિવસે ટૂંકી સારવાદ દરમિયાન મોત થયું હતું. જ્યારે આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય 4 ઇસમોનું સારવાર દરમિયાન મોત થયું છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...