નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગરમાં હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા. આ ઘટના જેસરના વીરપુર ગામની છે. હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો છે. જ્યારે અન્ય 2 યુવાનોના મોત નિપજ્યાં છે. આ ઘટનાને પગલે મૃતકના પરિજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મોત, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને


ભાવનગરના જેસરના વીરપુર ગામે તળાવમાં હોડી પલટી જતા 5 યુવાનો ડૂબ્યા હતા. તળાવના સામા કાંઠે આવેલી વાડીએથી હોડીમાં બેસી 5 લોકો પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન અચાનક તળાવની વચ્ચે હોડી પલટી મારી ગઇ હતી. હોડી પલટી મારી જતા તેમાં બેસેલા 5 વ્યક્તીઓ ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો એકત્રીત થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.


આ પણ વાંચો:- પાકિસ્તાનમાં 6 મહિનાથી ફસાયેલા 40 ગુજરાતીઓને સરકાર દ્વારા વતન પરત લવાયા


આ ઘટનામાં 3 લોકોના આબાદ બચાવ થયો છે. જ્યારે આ ઘટનામાં 2 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. મોડી રાત્રે જેસરના સ્થાનિક તરવૈયાની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક હમીરભાઇ અને પ્રતાપસિંહ બંને મોણપર ગામના રહેવાસી છે. જેમના મોતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઇ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube