હિમાંશુ ભટ્ટા/મોરબી: વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામ પાસે આવેલ દેવા દેવાબાપાની જગ્યા પાસેથી પ્રિન્સ નાકીયા નામના પાંચ વર્ષનું બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસ પછી તેની હત્યા(murder) કરાયેલી લાશ મળી આવી હતી. જે ગુનામાં મૃતક બાળકના પિતરાઈ કાકા રસિકભાઈની પોલીસે ધરપકડ કરેલી છે. અને મૃતક બાળક તેના પિતરાઈ કાકાના ઘરે બાથરૂમમાં પીતરાઈ બહેનની સાથે શારરિક ચેષ્ટા કરતો હોવાથી તેની હત્યા કરી હોવાની આરોપીએ પોલીસને(Police) કબુલાત આપેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી જીલ્લાના વાંકાનેરમાં આવેલ ઠીકરીયાળી ગામે દેવાબાપાની જગ્યા પાસેથી કુલામાંથી અપહરણ કરાયેલા બાળક પ્રિન્સની હત્યા કરાયેલી લાશ કુવામાંથી દોરડા સાથે પાઈપ વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પાંચ વર્ષના બાળક પ્રિન્સ પ્રવિણભાઇ નાકિયાની હત્યા કોના દ્વારા કરવામાં આવી અને શા માટે કરવામાં આવી તેવા અનેક સવાલો ઉભા થયા હતા. જેથી વાંકાનેર તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી, સહીત કુલ મળીને સાત ટીમોને હત્યારાને પકડવા માટે કામે લગાડવામાં આવી હતી.


અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર હવે માત્ર આટલી કિંમતમાં મળશે ‘એસી ડિલક્સ રૂમ’


હત્યાના આ બનાવમાં એલસીબી અને સ્થાનિક પોલીસે આજે મૃતક બાળક પ્રિન્સના પિતરાઈ કાકા રસિકભાઈ છેલુભાઈ નાકીયાની ધરપકડ કરેલી છે. અને તેને જ પ્રિન્સની હત્યા કરીને તેની લાશને કુવામાં ફેંકી હતી. તેવી કબુલાત પણ પોલીસને આપી દીધી છે. વધુમાં પોલીસે જણાવ્યું છે કે, અપહરણનો બનવા બન્યો તેના દસેક દિવસ પહેલા આરોપી રસિકભાઈના ઘરે બાથરૂમમાં મૃતક બાળક પ્રિન્સ આરોપીની દીકરી સાથે શારરિક ચેષ્ટા કરતો હતો. 


રાજ્યમાં 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી ‘ડિઝિટલ સ્ટેમ્પીંગ’ વ્યવસ્થા


આરોપીની દિકરી સાથે 5 વર્ષનો પ્રિન્સ નાકિયા શારિરીક અડપલા કરતા જોઇ ગયો હતો, જેથી કરીને પ્રિન્સની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. અને દેવાબાપની જગ્યા પાસેથી મોકો મળી જતા રસિકભાઈ પ્રિન્સને બાઈકમાં બેસાડીને લઇ ગયો હતો અને ત્યાં બાદ મોઢા ઉપર ડૂચો મારીને પ્રિન્સની હત્યા કરી નાખી હતી.


 જુઓ LIVE TV :