અતુલ તિવારી/અમદાવાદ :જામનગર જિલ્લાના યુવક-યુવતીની અનોખી લવ સ્ટોરી સામે આવી છે. વોટ્સએપ અને ફેસબુકના જમાનામાં પ્રેમનો પાસવર્ડ બદલાતો જાય છે. એવામાં યુવક-યુવતીઓ એકબીજાને પ્રેમ તો કરે પણ તેનું આયુષ્ય ટૂંકું હોય છે. વીજ કરંટથી હાથ-પગ ગુમાવનારી હિરલ અને ચિરાગની પ્રેમ કહાની બોલીવુડની ફિલ્મને ટક્કર મારે તેવી છે. આવો જોઈએ કહાની કે જેમાં રિયલ લવ છે, ઈમોશન છે. સાથે જ અદભુત પ્રેમનું સમર્પણ પણ છે.


1 ઈંચ વરસાદને અમદાવાદને ધમરોળ્યું, 20થી વધુ વૃક્ષો ધારાશાહી, જમીન બેસવાના બનાવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરના ડબાસગ ગામમાં રહેતી 18 વર્ષીય હિરલ તનસુખભાઈ વડગામાની સગાઈ 28 માર્ચના રોજ જામનગરના ચિરાગ ગજ્જર સાથે થઈ હતી. પરંતુ ભાગ્યને કાંઈ ઓર જ મંજૂર હોય તેમ 11 મેના રોજ બપોરે પોતું સૂકવવા હિરલ બારીમાં ગઈ અને હાથ બહાર કાઢ્યો ત્યારે અચાનક જ હાઈટેન્શન વાયર તૂટી અને હિરલના હાથ પર પડ્યો. વીજ શોક લાગતા હિરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને બને પગમાંથી પણ કરંટ પસાર થયો હતો. જામનગરમાં સારવાર બાદ હિરલને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોક્ટરો દ્વારા બંને પગ અને જમણો હાથ કાપવો પડશે તેવું જણાવવામાં આવ્યું અને અંતે હિરલને અકસ્માતે વીજ કરંટ લાગતા બંને પગ અને એક હાથ
ગુમાવવો પડ્યો છે. 


રવિવારે મોડી રાત્રે ગુજરાતના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો 


જોકે હજુ થોડા સમય પહેલા જ હિરલ અને ચિરાગની સગાઈ થઈ છે. પરંતુ હિરલની આ સ્થિતિમાં પણ ચિરાગ હવે હિરલ સાથે જ લગ્ન કરી જીવનભર તેને સાથ આપવા તૈયાર થયો છે. બનાવના દિવસથી જ ચિરાગ હિરલની સારવાર માટે તેની સાથે જ રહ્યો છે.



પોતાનો પ્રેમ નિભાવનાર ચિરાગ ગજ્જર કહે છે કે, વીજ શોક લાગતા હિરલનો હાથ ત્યાંને ત્યાં જ બળી ગયો અને બને પગમાંથી પણ કરંટ પસાર થયો હતો. દાઝેલી હિરલને તાત્કાલિક સારવાર માટે જામનગર જી.જી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અહીં ચાર દિવસ હિરલની સારવાર કરવામાં આવી પણ કોઈ ફરક ન જણાતા પરિવારજનો હિરલને વધુ સારવાર માટે અમદાવાદ લાવ્યા હતા. બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલી હિરલની હાલની સ્થિતિ જોતા ડોક્ટરે એવું કહ્યું કે, હિરલનો જમણો હાથ અને બંન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડશે. આખરે હિરલના બંને પગ તથા એક હાથ કાપવામાં આવ્યો છે. લવ સ્ટોરીમાં ઈમોશન શરૂ થયું હતું. કારણ કે બે
પરિવારમાં દુઃખ અને દર્દ તથા લાગણી અને પ્રેમનો સવાલ આખરે વિજેતા થયો છે.



હિરલના પિતા તનસુખભાઈ વડગામા દીકરીની ચિંતા કરતા કહે છે કે, ‘દીકરીની સગાઈ થઈ ગઈ અને હવે આવી આફત આવી પડી. આખી જિંદગી જેની સેવા-ચાકરી કરવી પડે તેવી છોકરી સાથે તેનો ભાવિ પતિ સંસારમાં ડગ માંડશે કે કેમ તે અમારા માટે ચિંતાનો વિષય બન્યો હતો. જોકે ચિરાગ અને તેનો પરિવારે અમારી દીકરીની સાચવી લીધી છે.’ આમ, હિરલની આવી પરિસ્થિતિમાં પણ આખી જિંદગી તેનો સાથ આપવાનું નક્કી કર્યું જે પ્રેમનું અદભુત સમર્પણ છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :