રઘુવીર મકવાણા/ બોટાદ : : ગઢડા પેટા ચૂંટણીને ધ્યાને રાખી ગઢડા વિધાનસભાના ઢસા ગામ અને વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. ફ્લેગમાર્ચ દરમ્યાન ગાડી ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી. સહિત જિલ્લાનો પોલીસ કાફલો ફ્લેગમાર્ચમાં જોડાયો હતો. મતદાનનું આયોજન શાંતિપૂર્ણ રીતે થાય તેને ધ્યાને રાખીને ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિધાનસભા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર ખુબ જ સતર્કતા પુર્વક કામગીરી કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂત બિલનો ખેડૂતોને મળી રહ્યો છે મોટો લાભ, મોટુ આર્થિક વળતર અને રોજગારી લટકામાં


ગુજરાત રાજ્યની કુલ 8 સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા વિધાનસભા સીટ 106 પર પણ પેટા ચૂંટણી યોજાવાની છે. જેની જાહેરાત સાથે કાગવવામાં આવેલ આચાર સાહિતાના ભાગરૂપે આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગઢડા વિધાનસભા સીટ 106 ના ઢસા ગામ અને વિસ્તાર માં ફ્લેગ માર્ચ યોજવામાં આવી. જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિત એસ.ઓ.જી.પી.આઈ., ગઢડા પી. આઈ. સહિત સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ફ્લેગ માર્ચ માં જોડાયો હતો. 


PM મોદી કેવડીયા કોલોની ખાતે સી પ્લેન ઉપરાંત આપશે એક ખુબ જ રોમાંચક સરપ્રાઇઝ


જેમાં ફ્લેગ માર્ચ દરમ્યાન વાહન ચેકીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. ગઢડા વિધાનસભા સીટ પર શાંતિપૂર્ણ મતદાન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેને લઈ ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યાનું જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ચૂંટણીનું આયોજન તંત્ર માટે એક ખુબ જ પડકારજનક બાબત છે. જેના કારણે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ખુબ જ ચોકસાઇથી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube