Gujarat Weather Forecast : હાલ સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વર્ષાનો માહોલ છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 217 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જુનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી રીતે તમામ તાલુકામાં ભારે વરસાદ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢના વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના વિસાવદરમાં સાડા 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જુનાગઢ સિટીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જુનાગઢ જૂનાગઢના કેશોદમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ ઉપરાંત સુરતના બારડોલીમાં 9.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા ના ખંભાળિયામાં 9 ઇંચ વરસાદ અને જૂનાગઢના માણાવદરમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 9 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.


  • 11 તાલુકામાં આઠ ઇંચ કરતાં વધારે વરસાદ 

  • 15 તાલુકામાં સાત ઇંચ કરતાં વધારે વરસાદ 

  • 33 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો 

  • રાજ્યના 50 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો 

  • રાજ્યના 69 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો 

  • 105 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારીમાં ઘોડાપૂર
નવસારીમાં સતત ચોથા દિવસે મેઘ મહેર જોવા મળઈ છે. નવસારી જિલ્લાના 2 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ, 2 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાત્રિ દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવી અને ખેરગામમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. 


જુનાગઢમાં આભ ફાટ્યું! માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ, આખી રાત જાગતા રહ્યા લોકો


આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા


  • નવસારી : 214 મિમી (8.91 ઈંચ)

  • જલાલપોર : 196 મિમી (8.16 ઈંચ)

  • ગણદેવી : 93 મિમી (3.87 ઈંચ)

  • ચીખલી : 61 મિમી (2.54 ઈંચ)

  • ખેરગામ : 76 મિમી (3.16 ઈંચ)

  • વાંસદા : 43 મિમી (1.79 ઈંચ)


ગત રાત્રિ 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીના 8 કલાકમાં પડેલો વરસાદ
નવસારી : 115 મિમી (4.79 ઈંચ)
જલાલપોર : 108 મિમી (4.50 ઈંચ)
ગણદેવી : 56 મિમી (2.33 ઈંચ)
ચીખલી : 29 મિમી (1.20 ઈંચ)
ખેરગામ : 40 મિમી (1.66 ઈંચ)
વાંસદા : 23 મિમી (0.95 ઈંચ)


નવસારીમાં શાળા-કોલેજ બંધ
ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાના બે તાલુકામાં શાળા, કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. નવસારી જિલ્લા કલેકટર દ્વારા નવસારી અને જલાલપોરની આંગણવાડી, શાળા, કોલેજ, ITI, બંધ રાખવાનો આદેશ કરાયો છે. તો જિલ્લાના બીજા 4 તાલુકાઓમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાની સૂચના અપાઈ છે. 


રાહુલ ગાંધીએ સંસદમાં સરકારને પડકાર ફેંક્યો : લખીને લઈ લો, ગુજરાતમાં તમને હરાવીશું