Gujarat Rains : હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના છેવાડાના ઉમરપાડામાં આભ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે. ઉમરપાડામાં 10 ઈંચ વરસાદથી વધુ વરસાદ વરસતા આખું ગામ પાણી-પાણી થઈ ગયું છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે ઉમરપાડાની નદીઓ પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. ઉમરપાડાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉમરપાડામાં ધોધમાર વરસાદની અગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં મૂકાયું છે. SDRF ની સ્ટેન્ડબાય કરવામાં આવી છે. ઉમરપાડાના દેવઘાટ ખાતે SDRF ની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે. તમામ જરૂરી સાધન સામગ્રી સાથે SDRF ની ટીમ પહોંચી છે. ઉમરપાડા વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. SDRF ના જવાનો દ્વારા તમામ સાધનોની ચકાસણી કરાઈ હતી. લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પણ સાથે રાખવામાં આવી છે. 


કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમા


અમરાવતી નદીમાં પૂર આવ્યું
ભરૂચના નેત્રંગના મોરિયાણામાં અમરાવતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 5.5 ઈંચ વરસાદ ખાબક્યા બાદ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. અનેક ગામો સંપર્ક વિહોણા થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરમાં ફસાયેલા 32 વર્ષીય ખેડૂતનું રેસ્ક્યૂ કરાયું હતું. નેત્રંગ મામલતદારની ટીમે દોરડા બાંધી ખેડૂતનું રેસ્ક્યૂ કર્યું હતું. 


વરસાદ ખેંચી લાવતા લા નીનાએ આપ્યા ટેન્શનવાળા સમાચાર, જુલાઈ નહિ છેક ઓગસ્ટ સુધી રાહ જોવ