Junagadh Rain : સૌરાષ્ટ્રના માથે આજે પણ ભારે વરસાદનું સંકટ છે. આજે જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ભારે વરસાદ આવી પડશે. તો ભાવનગર, મોરબીમાં પણ ધોધમાર વરસશે. ત્યારે આ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના કેશોદમાં વાત કરીએ તો સૌથી વધઉ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું છે. જૂનાગઢના ઘેડ પંથકમાં ઓઝત નદીના પાણી  8થી 10 ગામમાં ફરી વળ્યા છે. તો જૂનાગઢમાં ભારે વરસાદના કારણે માણાવદરનું પજોદ ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તો  માણાવદરનું કોડવાવ ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદના કારણે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢના રવની ગામમાં ભારે વરસાદના કારણે ચારેતરફ પાણી જ પાણી થઈ ગયું છે. હજુ પણ જૂનાગઢમાં ભારે વરસાદની હવામાનની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢમાં મોડી સાંજે 6 થી સવાર ના 6 વાગ્યા સુધીનો ધોધમાર વરસાદના આંકડા 


  • જુનાગઢ રૂરલ  7 ઇંચ

  • વિસાવદર 9 ઇંચ

  • વંથલી.   8 ઇંચ

  • મેંદરડા. 2 ઇંચ

  • જૂનાગઢ 6 ઇંચ

  • માણાવદર 1.5 ઇંચ


ચાર જળાશય ઓવરફ્લો થયા
જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ બાદ કલેક્ટર અનિલ રાણાએ જણાવ્યું કે, જિલ્લાના ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. વંથલી ઓઝત વિયર, આણંદપુર ઓઝત વિયર, બાંટવા ખારો અને કેરાળા ઉબેણ વીયર ઓવરફ્લો થયા છે. જિલ્લામાં વરસાદ ધીમો પડી જતા સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી કરવામાં આવી છે. અચાનક ગિરનાર પર વરસાદ પડવાથી જૂનાગઢમાં ભયંકર સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર પરથી સતત વરસાદના આંકડા મેળવી જુનાગઢ સીટીની ટીમને એલર્ટ આપવામાં આવશે. કાળવા વોકળાને ઉંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરનો દાવો છે.


ગુજરાતની મહિલા કોન્સ્ટેબલનું કામણ : કરી બેઠી પોલીસને શર્મસાર કરતી હરકત


દાદાની સરકારની વધુ એક સફળતા : CMOએ ISO ૯૦૦૧:૨૦૧૫નું સર્ટિફિકેશનની જાળવી પરંપરા