Heavy Rain in Valsad And Navsari : આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. ગઈકાલથી જ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી ભરાયા છે. તો વલસાડ શહેરમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં જ વલસાડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. 


  • નવસારીના ખેરગામમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો

  • નવસારીના ચીખલી, વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો

  • વલસાડના પારડી, ધરમપુરમાં 2 ઈંચ સુધી વરસાદ

  • રાજ્યના 21 તાલુકામાં વરસ્યો 1 ઈંચથી વધારે વરસાદ

  • રાજ્યના કુલ 48 તાલુકામાં વરસાદ પડ્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વલસાડમાં 11 રસ્તાઓ બંધ
જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે 11 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 11 જેટલા લો લેવલના બ્રિજ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. વલસાડ શહેરના મુખ્ય બે અંદર પાસમાં પાણી ભરતા બને અંદર પાસ પણ બંધ કરવામાં આવ્યો છે. લો લેવલ ના બ્રિજ અને અંદર પાસ પર બેરીકેટિંગ કરી બંધ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્રારા નદીના કિનારે ન જવા અપીલ કરાઈ છે. 



નવસારીમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
નવસારી જિલ્લામાં ગતરોજ થી પડી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો જનજીવન પ્રભાવિત થયું છે. જલાલપુર તાલુકાના ખરસાડ ગામે ખાડીના પાણી ફરી વળતા પાંચ ફળિયામાં પૂરની સ્થિતિ બની છે. ગામમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જેને કારણે પશુઓની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ ઘરમાં પાણી ભરાવાને કારણે ઘરવખરી પણ પલળી જતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે 2014માં ખાડીની સફાઈ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ ખાડીની સફાઈ ન થતા લોકોમાં તંત્ર સામે રોષ વ્યાપી ઉઠ્યો છે. જ્યારે ગામમાં પૂરની સ્થિતિને અટકાવવા ખાડીની સફાઈ કરવામાં આવે એવી માંગ ઉઠી છે.