નર્મદા કાંઠાના વ્યાસ બેટમાં ફસાયેલા 17 લોકોને બચાવવા વાયુસેના મદદે આવી, રાતોરાત બચાવી લેવાયા
Narmada Dam : કરજણ તાલુકામાં પાણીમાં ફસાયેલા 17 લોકોનું રાતોરાત રેસ્ક્યૂ કરાયું....વ્યાસ બેટ ખાતે ફસાયેલા લોકોને બચાવવા માટે હોડી મોકલવામાં આવી હતી પણ, પાણીનો પ્રવાહ વધુ હોવાથી શક્ય બન્યું નહોતું
Narmada River Flood : મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 42,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. તો નદી કાંઠાના 30 થી વધારે ગામડાના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઓમકારેશ્વર ડેમનું પાણી સીધું નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. ત્યારે કરજણ તાલુકામાં નર્મદા નદીમાં વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે ફસાયેલા ૧૧ વ્યક્તિઓને બચાવવા માટે કલેકટર અતુલ ગોર દ્વારા વાયુ સેનાની મદદ માંગવામાં આવી છે અને રાહત કમિશનર મારફત વ્યાસ બેટની ભૌગોલિક વિગતો વાયુ સેનાને મોકલી દેવામાં આવી છે. એસપી રોહન આનંદ દ્વારા પણ સબંધિત તાલુકાની પોલીસને મદદ માટે તૈયાર રહેવા જણાવાયું છે.
ગઈ કાલ રાતે ડભોઇ પ્રાંત અધિકારી યોગેશ કાપસે, કરજણ પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રાત ફેરણી કરી લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવા સમજૂત કરાયા હતા. રાત્રે ૨૫૦ જેટલા લોકો સલામત સ્થળે પહોંચી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ છે.
નર્મદા નદીમાં ઘોડાપૂર : અત્યાર સુધી 1110 લોકોનુ સ્થળાંતર કરાયુ, 30 થી વધુ ગામોને અસર
નર્મદા નદીએ ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ : ભરૂચમાં 35 ફૂટ સપાટી વટાવી, મોટાપાયે સ્થળાંતર