કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાદરામાં મહીં નદીના કિનારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમ માંથી મહીંનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે મહી નદી કાંઠાના ગામોને વહીવટીતંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા.
મિતેશ માળી/પાદરા: ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે પાદરામાં મહીં નદીના કિનારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે કડાણાડેમ માંથી મહીંનદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે મહી નદી કાંઠાના ગામોને વહીવટીતંત્ર દ્વારા સાવધ કરવામાં આવ્યા હતા.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે છોડવામાં આવેલ પાણીથી પાદરા તાલુકાના મહીં નદીના કિનારના ગામોને સાવધ કરવામાં આવ્યા હતા. જેમાં 6 ગામોને એલર્ટ આપવામાં આવયા હતા પાદરાના મહીં નદી કિનારેના મુજપુર બ્રીજ પરથી બે કાંઠે વહી રહી હતી. લોકો પણ કુતુહલવશ લોકો બ્રીજ પર લોકો ઉમટ્યા હતા. જ્યારે પાદરાના મુજપુર ગામના આથમનપુરા વિસ્તારમાં આવેલ મહિસાગર માતાજીના મંદિરે પાણી ભરાયા હતા અને મહીં નદી કિનારેથી ગામ તરફના રસ્તા પર પાણી ભરાયા હતા. નજીકમાં આવેલ ખેતરોમાં પાણ પાણી ભરાયા હતા. મોટા પ્રમાણમાં પાકને નુકશાન થયું હતું.
અનોખો વિરોધ: ‘ હિટલરશાહી સરકારના ત્રાસથી આ બાઇકે આત્મહત્યા કરી’
પાદરાના ડબકા ગામના તળિયા ભઠ્ઠા વિસ્તારમાં રહેતાં 26 પરિવાર પેકીના 60 વ્યક્તિઓને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. અને પશુધન હોવાથી હજુ પણ તળિયાભથા વિસ્તારોમાં 20 જેટલા વ્યક્તિઓ હોવાનું સરપંચે જણાવ્યું હતું. ડબકા પાસે તલાટી સ્ટેન્ડબાય છે. સરપંચે પણ તમામ વિસ્તારમાં મુલાકત પણ લીધી હતી. મહીસાગર માતાજીના મંદિર સુધી પાણી ભરાયા હતા.
જુઓ Live TV:-