અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ હવે સ્માર્ટ સિટી બની ગયું છે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની હેરાનગતીમાંથી મુક્તિ આપવા માટે નવા ફ્લાયઓવર બનાવવા માટે સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કમરકસી છે. આખરે પાંચ વર્ષ બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા જંક્શન પર રૂ.81.50 કરોડના ફોરલેન ઓવરબ્રિજ બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતના સુરત શહેર બાદ હવે અમદાવાદ શહેર પર બ્રિજની નગરી બનવા તરફ જઇ રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલ નાના મોટા 82 બ્રિજ અને અન્ડર પાસ આવેલા છે. આ સિલસિલામાં વધુ એક બ્રિજનો ઉમેરો થવા જઇ રહ્યો છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં સૌથી ગીચ ગણાતા સત્તાધાર ચાર રસ્તા પર ફલાય ઓવર બ્રિજની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડી કમિટીમાં મુકવામાં આવી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં વધુ એક ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ થશે. અંદાજી રૂપિયા 81 કરોડની વધુ કિમત બ્રિજ તૈયાર કરાશે.


અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલા ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પર ફલાય ઓવર બ્રિજ માટે સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે. અગાઉ સદર જંકશન પર બ્રિજ બનાવવાનો સીઆરઆરઇ ના રિપોર્ટની પ્રાયોરીટી લિસ્ટમાં પણ સમાવેશ થયો હતો. અહી ટ્રાફિક સમસ્યા નિવારવા ઘાટલોડિયા તરફથી સાલ હોસ્પિટલ તરફ જતા મોડલ રોડ પર ફોર લેન ફલાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે મુજબ અહી આશરે દોઢ લાખ થી વધુ જનતાને લાભ મળશે. 



તેમજ ઇધણ તથા પોલ્યુશનની સમસ્યાનો ઉકેલ આવશે. આ બ્રિજ બનાવાથી નારણપુરા થી સરખેજ-ગાંધીનગર હાઇ વે તરફ જવુ સરળ બનશે. આ ઉપરાત સાયન્સ સિટી તરફ બીઆરટીએસ રૂટ તેમજ સાલ હોસ્પિટલથી ઘાટલોડિયા તરફ જતા આવતા રસ્તા પર હેવી ટ્રાફિકના ભારણને કારણે ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તી મળશે.


સીએમ ભુપેન્દ્રભાઇ પટેલના મત વિસ્તાર ઘાટલોડિયામાં વધુ એક મોટુ કામ થવા જઇ રહ્યુ છે. અગાઉ ગુજરાતમાં પ્રથમ વાઇટ ટોપિગ રોડ પણ સીએમના મત વિસ્તારમાં નિર્માણ થયો છે. આ વાઇટ ટોપિગ રોડના કારણે ખાડા પડવા અને પાણી ભરવાથી ઘાટલોડિયા વિસ્તારના લોકોને મુક્તી મળશે. ત્યારે ફરી એકવાર ઘાટલોડિયા મત વિસ્તારમાં રૂપિયા 81 કરોડ 50 લાખના ખર્ચે ફલાય ઓવર બ્રિજ નિર્માણ થવા જઇ રહ્યો છે. 



એએમસી રોડ એન્ડ બિલ્ડીગ કમિટીમાં સત્તાધાર જંકશન પર ફલાય ઓવર બ્રિજ નિર્માણ માટે દરખાસ્ત મુકાઇ છે. એએમસી દ્વારા કવોલીફાય થયેલ સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટર અનંતા પ્રોકોન પ્રા.લી સાથે ત્રણ વાર નેગોશીએશન બાદ અંદાજી 18 ટકા વધુ ભાવ સાથે રૂપિયા 81 કરોડ 50 લાખની દરખાસ્ત મંજૂરી માટે મુકાઇ છે.


બ્રિજની શું છે ખાસિયતો
સદર ફલાય ઓવરબ્રીજની લંબાઇ આશરે ૯૭૫.૦૦ મી. થાય છે તથા ૧૬.૫૦ મી પહોળાઇમાં ૪-લેન (2x2) ફલાયઓવર બ્રીજનું આયોજન કરેલ છે. જેમાં સત્તાધાર જંકશનનાં ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ ૩૫ મી. અને ક્લીયર હાઇટ ૫.૫૦ મી.,સાંઇબાબા મંદીર જંકશનના ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ ૨૫ મી. અને ક્લીયર હાઇટ ૪.૦૦ મી. તેમજ સન એન્ડ સ્ટેપ જંકશનના ઓબ્લીગેટરી સ્પાનની લંબાઇ ૨૦મી. અને ક્લીયર હાઇટ ૩.૫૦ મી રાખવામાં આવેલ છે.



સદર બ્રીજમાં વાયડકટ (ફલાય ઓવર બ્રીજ) પોર્શન સાઇટ પર ઝડપથી કામગીરી થઇ શકે તે માટે બન્ને સાઇડ કુલ-૨૬ સ્પાન પ્રીકાસ્ટ પોસ્ટ ટેન્શનીંગ મેથડથી લોંચ કરવા અંગેનું પ્લાનીંગ કરેલ છે. જેમાં ૩૦.૦૦ મી.લંબાઇનાં કુલ ૧૫ સ્પાન, ૩૫.૦૦ મી. લંબાઇનાં કુલ ૩ સ્પાન,૨૫.૦૦ મી તેમજ ૨૮.૦૦ મી લંબાઇનાં કુલ-૧ સ્પાન, ૨૦.૦૦ મી લંબાઇનાં કુલ-૬ નું આયોજન કરવામાં આવેલ છે, તેમજ ૧૨.૦૦ મી.લંબાઇનાં કુલ ૧૧ સ્પાન સોલીડ સ્લેબ મેથડથી કરવાનું આયોજન કરેલ છે. 


0 સદર કામમાં ફલાય ઓવરમાં સતાધાર સર્કલથી ચાણકયપુરી બ્રીજ બાજુ ૧ : ૨૭ તેમજ સતાધાર સર્કલથી સન એન્ડ સ્ટેપ જંકશન સુધી ૧: ૨૭ લોન્ગીયુડીનલ ગ્રેડીએન્ટ રાખવામાં આવેલ છે. તેમજ ફલાયઓવર બ્રીજમાં ૨.૫% નો ટ્રાન્સવર્સ સ્ટોપ રાખવામાં આવેલ છે. સદર ફલાયઓવર બ્રીજનો અંદાજીત ખર્ચ રૂા.૧૦૩.૬૩ કરોડનો થાય છે તેમજ સદર કામનું અંદાજીત રકમનું ટેન્ડર રૂા.૬૮.૮૬ કરોડનું થાય છે. સદર ફલાયઓવર બ્રીજનો ખર્ચ રાજય સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવેલ ૯૬૮/૬૪૪૦૨ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦ UDP-78/88/91 હેઠળ પાડવામાં આવશે. 



સદર ફલાય ઓવર બ્રીજ પર અવર જવર કરતા રહીશો ને વીહીકલ મુવમેન્ટ સરળતાથી થઇ શકે તે માટે ડેક કન્ટીન્યુટી ટાઇપનાં એક્સપાન્શન જોઇન્ટ કે જેમાં દર ૪(ચાર) સ્પાને, ૩(ત્રણ) (સ્પાને) તેમજ ૨(બે) સ્પાને ૧(એક) ડેક કન્ટીન્યુટી એક્સપાન્શન જોઇન્ટ મુકવાનું આયોજન કરેલ છે. જેમાં સ્ટ્રીપસીલ ટાઇપ એકસપાન્શન જોઈન્ટ રાખવામાં આવેલ છે. 


સદર બ્રીજ ની કામગીરીમાં બ્રીજ અન્ડરસ્પેશ ડેવલોપ કરવાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં નવા બ્રીજ ની નીચે જરૂરીયાત મુજબ પેવર બ્લોક સાથેનું પાર્કીંગ કરવામાં આવશે. સદર કામની સમયમર્યાદા ૨મહિના પાઇલ લોડ ટેસ્ટ + ૨૪ મહિના start after issuance of first approved drawing from R&B design circle એમ ટોટલ =26( છવીસ) માસ ચોમાસા સહિતની રાખવામાં આવેલ છે.