પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના વરાછા રોડની વિઠલ નગર સોસાયટીમાં મકાનમાંથી ફરી ફીણ વાળું પાણી નીકળવાનું ફરી શરૂ થયું છે. ગત સોમવારે મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા લોકો ચોંકી ગયા હતા. મેટ્રો દ્વારા બે મકાનોના સીલ કરાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટિંગમાં ફસાયેલા ચેતન શર્માનું CountDown શરૂ, 4 મહિનામાં બીજી વખત થશે 'OUT'


જ્યારે મેટ્રોની કામગીરી દરમિયાન આજે ફરી બે મકાનમાંથી ફીણ વાળું પાણી નીકળવાનું શરૂ થયું છે. હાલમાં મેટ્રોની કામગીરી બંધ કરવામાં આવી છે, પણ જે રીતે ફરીથી ફીણ વાળું પાણી નીકળતા સોસાયટીના લોકો ચિંતામાં મુકાયા છે કે ફરી કોઈ મોટું નુકસાન થશે તો તેની ભરપાઈ કોણ કરશે.


પીરિયડ્સ દરમિયાન મહિલાઓને મળશે રજા! સુપ્રીમમાં દાખલ અરજી પર 24 ફેબ્રુઆરીએ સુનાવણી


સુરતમાં હીરાબાગ સર્કલ ખાતે આવેલી વિઠ્ઠલ નગર સોસાયટીમાં ગત સોમવારે  મેટ્રોના કામગીરી દરમિયાન એકાએક ફીણ વાળું પાણી ઘરમાં નીકળવાનો શરૂ થતા અફરાતરફીનો માહોલ જોવા મળ્યો હતો. મેટ્રોના અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્ય દોડી આવ્યા હતા. જ્યારે ફીણ વાળું પાણી કયા કારણોસર નીકળે છે તેને લઈને મેટ્રો વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને સોસાયટીના બે મકાનોને પણ સીલ કરાયા હતા. 


રાજકોટમાં આશાસ્પદ ક્રિકેટરનું મોત, ક્રિકેટ રમીને પરત ફરતાં જિંદગીની ઈનિંગ પુરી કરી


મકાનમાં મેટ્રોનિક અધિકારીઓની કામગીરી દરમિયાન ફરી સીલ કરેલા મકાન માટે ફીણ વાળું પાણી નીકાળવાનું શરૂ થયું હતું. હાલ ફીણ વાળું પાણી ક્યાંથી નીકળે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. મેટ્રોના દિલ્હી મુંબઈથી પણ ટેકનિકલ ટીમ સુરત આવી પહોંચી છે અને સંશોધન કરવામાં આવી રહ્યું છે કે આ મેટ્રોની કામગીરી દરમિયાન લીકેજ ક્યાંથી થયું છે અને તેની પાછળનું શું હોઈ શકે છે. 


યુવકે પ્રેમિકાની હત્યા કરી અને બીજા જ દિવસે લગ્ન કરી લીધા...Photos જોઈને હચમચી જશો


કારણ કે હજુ તો મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર હજુ કેટલાક કિલોમીટર સુધી આ સુરંગ ખોદવાની હોવાથી તો આવનારા દિવસોની અંદર બીજું કોઈ મોટું નુકસાન ના થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવા માટે આ સર્ચ કરવામાં આવી રહ્યું છે.