Pathan Controversy : બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મનું ગીત બેશર્મ રંગ રિલીઝ થતા જ દિપીકા પાદુકોણની બિકીનીના રંગને લઈને વિવાદ શરૂ થયો છે. ધીરે ધીરે આ ફિલ્મને બોયકોટની હવા તેજ બની રહી છે. ત્યારે આ રંગ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ત્યારે પઠાણ ફિલ્મના ગીતમાં દિપીકા પાદુકોણના કપડાના કલરને લઇને લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ આકરા પ્રહાર કરીને ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ પઠાણ ફિલ્મને બોયકોટ કરવાની ગુજરાતીઓને અપીલ કરી છે. તેઓએ કહ્યું કે, બોલિવુડે હિન્દુ સંસ્કુતિનુ અપમાન કર્યું છે. 75 વર્ષથી બોલિવુડે અપમાન કરવાનું કામ કર્યું છે. આ સાથે જ રાજભાએ ગુજરાતમાં પઠાણ ફિલ્મ રિલીઝ ન કરવાની અપીલ કરી છે. રાજભા ગઢવીએ વીડિયો શેર કર્યો છે. 



રાજભાએ શું કહ્યું...
ટૂંકની ટચ એક વાત કરવી છે. આપણી સનાતન પરંપરાને ખરાબ બતાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે. પઠાણ ફિલ્મ આવી રહી છે. તેમાં ગીત રિલીઝ થયું છે. તેમાં દિપીકા પાદુકોણે ભગવા કપડા પહેર્યાં છે. મારે કહેવાનું એટલુ છે કે, પહેલા આપણા ભાણામાં માંખી ઉડાવાય. ગુજરાતીઓને કહુ છું કે, આ ફિલ્મ રિલીઝ કરાવવી ન જોઈએ. એ લોકોને બીજા કોઈ કામધંધા નથી. બોલિવુડવાળાઓએ 75 વર્ષથી આપણી ભાવના, પરંપરા સનાતન ધર્મ, હિન્દુત્વ સાથે ખરાબ કરવુ, એવુ નક્કી કર્યુંછે. હજી ચાલુ છે. ગુજરાતના બધા સંગઠનો એક થઈ જાય. કરણી સેના, મહાકાલ, શિવસેના, બજરંગદળ, બધા ભેગા થાય. આધ્યાત્મિક સાથે જોડાયેલા સાધુ સંતો જોડાય. ભગવા પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણી પરંપરા ઉપર જે કરે છે તે હવે આપણે બિલકુલ સહન કરવાનુ નથી. 75 વર્ષ સુધી બોલિવુડે આ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ ન કરવા દો. સેન્સર બોર્ડવાળાને પણ કહો કે, બધુ જોઈને તેના પર સાઈન કરો, તો સારું. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ન કરો. આપણે ફિલ્મ રિલીઝ થવા ન દેવી, આપણા ઘરેથી શરૂઆત કરવી. આખા દેશમાં ક્યાંય રિલીઝ થવા નથી દેવી. દરેક ગુજરાતીઓ તૈયાર રહે. આપણી ભાવના સાથે શુ કામ આવુ થાય છે એ પણ પ્રશ્ન પૂછો. એને ભગવા જ હાથમાં કેમ આવે છે. મારે વધુ કંઈ કહેવુ નથી. પરંતું ખરાબ ખાઈ ખાઈને તેમની માનસિકતા ખરાબ થઈ ગઈ છે. તેથી તેમને એવુ સૂઝ્યા કરે છે. તેમને સૂઝે છે, પણ બહાર દેખાતુ નથી. તેથી હવે તેને દેખાડવાની પણ આપણે વાત રાખવી છે. શાહરૂખ ખાન અને દીપુડીની ફિલ્મ આવે છે તે ફિલ્મ કે ગીત રિલીઝ થવા દઈશું નહિ. શું કામ તેઓ વારંવાર આવુ કરે છે.