વાઈબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન બાદ PM મોદીનો આવો છે પ્લાન: પસંદગીના આ નેતાઓ સાથે કરશે બેઠક
PM Modi Gift City Meeting: વાઈબ્રન્ટને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત પહેલાં અમદાવાદમાં રોડ શો કરશે, બીજા દિવસે સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ સાંજે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટી ક્લબમાં યોજાનારી બેઠકમાં પીએમ મોદી ફિનટેક જાયન્ટ્સ પાસેથી ફીડબેક લેશે.
PM Modi Gift City Meeting: ગુજરાતમાં હાલમાં સૌથી મોટો કાર્યક્રમ એ વાઈબ્રન્ટ ગુજરાત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ GIFT સિટી ખાતે ગ્લોબલ ફિનટેક લીડરશિપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટી સિટી ક્લબમાં 25થી 27 ફિનટેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીમાં સૂચનો લેશે. આ પછી, ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય? તેની પર સરકાર વિચાર વિમર્શ કરશે. સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપી છે.
ગુજરાતમાં ભાજપને ફરી પડકારશે કેજરીવાલ: આ છે 2 દિવસનો પ્લાન, માન પણ આવ
પીએમ ફિનટેકના નેતાઓ સાથે વાત કરશે
હાલમાં ગિફ્ટ સિટી દેશમાં અદ્યતન નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટેનું એકમાત્ર કેન્દ્ર છે. ગિફ્ટ સિટી અને વિશ્વના અન્ય ફિનટેક શહેરો વચ્ચે શું અંતર છે તે શોધીને તેને આગળ વધારવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ એક કલાક સુધી ફિનટેક નેતાઓ સાથે વાત કરશે. તેમણે કહ્યું કે આ બેઠક વાઇબ્રન્ટ ગુજરાત સમિટના મહત્વના કાર્યક્રમોમાંનો એક છે. આ કાર્યક્રમ સાંજે 5:15 થી 6:15 અને 6:30 સુધી ચાલશે. માત્ર વડાપ્રધાનની હાજરીમાં જ ફિનટેક જાયન્ટ GIFT સિટીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે સૂચનો આપશે.
આફતનુ સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે ભારે વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ
ગિફ્ટ સિટી 15 દિવસથી હેડલાઇન્સમાં
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છેલ્લા 15 દિવસથી સતત સમાચારોમાં છે. સરકારે અહીં પરમિટ સાથે દારૂ પીવાની છૂટ આપી છે. ગુજરાતમાં ગિફ્ટ સીટી એકમાત્ર એવી જગ્યા છે. જ્યાં સરકારે 63 વર્ષ જૂની દારૂબંધી હટાવી લીધી છે. રોકાણકારો ગિફ્ટ સિટી માટે ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે. ગુજરાત સરકારને આશા છે કે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગિફ્ટ સિટીને ઘણો ફાયદો થશે.
તમારો હોય કે પડોશીનો પણ કૂતરો કરડી જશે તો તમને થશે સજા, આ છે નવો કાયદો
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન ઘણી કંપનીઓ ગિફ્ટ સિટી તરફ આકર્ષાશે. 2013માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટીની કલ્પના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં આનો સમાવેશ થાય છે. દારૂબંધી હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત લે તેવો આ પ્રથમ પ્રસંગ હશે. અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયાના અગાઉના વડાપ્રધાન સાથે ગિફ્ટ સિટીની મુલાકાતે ગયા હતા. આમ વાઈબ્રન્ટ સમિટમાં ગિફ્ટ સીટી પણ અગત્યનું આકર્ષણ બની રહેશે.
લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો; મુસ્લિમ યુવકે નામ બદલી હિન્દુ યુવતીને એવી ફસાવી કે...