દિવાળીમાં ફરસાણ-મીઠાઈમાં મિલાવટ કરનારાઓ પાસેથી 17 કરોડનો દંડ વસૂલાયો : ડો.કોશિયા
- કેવા કેવા પ્રકારની મિલાવટ થાય છે તે વિશે ડો.કોશિયાએ જણાવ્યું કે, દૂધમાં મિલ્ક ફેટ નીકળતા હોય છે. જેમાં ફેટની ભેળસેળ થાય તો તપાસ થાય છે. મીઠાઈમાં કલરની હલકી માત્રાની ભેળસેળ થાય છે
ઝી મીડિયા/બ્યૂરો :દિવાળીનો તહેવાર આવતા જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. કારણ કે, દિવાળીમાં આરોગ્યને નુકસાપ્રદ નાસ્તા અને મીઠાઈનું વેચાણ પણ થાય છે. ત્યારે આવામાં અરોગ્ય વિભાગ દરોડા પાડીને ચકાસણી કરતું હોય છે. ત્યારે આ વિશે રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ વિભાગના કમિશનર ડો. એસજી કોશિયાએ જણાવ્યું કે, ફૂડ એન્ડ સેફ્ટી (food and safety) ડ્રગ ડિપાર્ટમેન્ટ ફૂડ સેફ્ટી માટે ટોપ પ્રાયોરિટી રાખે છે. ફરસાણ અને મીઠાઈનો તહેવારમાં વપરાશ વધે છે. કેટલાક લેભાગુ લોકો ખોરાકમાં મિલાવટ કરે છે. સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ટીમો તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : ગુજરાતના 5 લાખ સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ
તેઓએ વધુમાં કહ્યું કે, દશેરા બાદ 3 હજાર સેમ્પલ રાજ્યભરમાંથી લેવાયા છે. 7 ટન જેટલો માલ નાશ કરવામાં આવ્યો છે. સેમ્પલની તપાસ ચાલી રહી છે જે સેમ્પલ નિષ્ફળ જશે તેની સામે કાર્યવાહી થશે. દુકાનોમાં સાફ સફાઈ બાબતે નિર્દેશો આપવામાં આવ્યા છે. વર્ષે દિવાળીમાં રેગ્યુલર 15 હજાર સેમ્પલ લેવાય છે. 6થી 8 ટકા સેમ્પલ નિષ્ફળ જાય છે. જાણી જોઈને કેટલીક જગ્યાએ મિલાવટ થાય તેવા કેસ 0.25 ટકા છે. 14 દિવસમાં રિપોર્ટ આપી દેવામાં આવે છે. સબ સ્ટાન્ડર્ડ સામે કાર્યવાહી થાય છે. મિલાવટ કરનાર સામે 2 લાખનો દંડ થાય છે. આજ સુધી 17 કરોડનો દંડ વસૂલાયો છે. ક્રિમીનલ પ્રોસીડિંગમા 405 થી વધુ કેસો કોર્ટમાં દાખલ થયા છે.
આ પણ વાંચો : વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળ્યા, બાબુ શેખના હોવાની શક્યતા
કેવા કેવા પ્રકારની મિલાવટ થાય છે તે વિશે ડો.કોશિયાએ જણાવ્યું કે, દૂધમાં મિલ્ક ફેટ નીકળતા હોય છે. જેમાં ફેટની ભેળસેળ થાય તો તપાસ થાય છે. મીઠાઈમાં કલરની હલકી માત્રાની ભેળસેળ થાય છે. ઘી, તેલમાં પણ મિલાવટ થતી હોય છે. આર્થિક લાભ લેવા માટે ભેળસેળ થાય છે. ફૂડ સેફ્ટી અને કોવિડ સેફ્ટી ધ્યાન રખાય છે. વેપારી અને સ્ટાફને સ્ટાન્ડર્ડ ગાઈડલાઈન અપાઈ છે. રૂપિયાની લેતીદેતીમાં ડિજીટલ ટ્રાન્ઝેક્શન, સ્ક્રીનીંગ બાબતે સૂચના અપાઈ છે. ફરસાણ દુકાન એસોસિએશનને પણ સૂચનો અપાયા છે.
ફૂડે સેફ્ટી મામલે એવોર્ડ અંગે તેઓએ વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ઇટ રાઈટમાં 22 કેમ્પસને એવોર્ડ અપાયા છે. ગુજરાતના 8 કેમ્પસને એવોર્ડ આપ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાની કેન્ટીનને એવોર્ડ અપાયો છે. થર્ડ પાર્ટી ઓડિટમા પોઇન્ટ્સ પ્રમાણે એવોર્ડ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શાળા-કોલેજ ખોલવા અંગે શિક્ષણમંત્રી બોલ્યા, દેશમાં શાળા ખોલવાના નિર્ણયમાં આપણે પહેલા નથી