Trending News : શૌચાલયમાં રસોઈ બનાવવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં પણ ફરી એકવાર આવી ઘટના બની છે. સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની ઘટના ચોંકાવનારી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત શૌચાલયને કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે રસોડામાં ફેરવી દેવાયું હતું. રાત્રે સ્ટાફ શૌચાલયની અંદર રસોઈ બનાવાની તૈયારીનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં જાહેર શૌચાલયમાં રસોઈ બનતી હોવાનું દેખાઈ રહ્યું છે. આ જોઈને તમને પણ ઝટકો લાગ્યો ને. પણ આ સાચી વાત છે જે જાહેર શૌચાલય દિવસે લોકો યુઝ કરે છે ત્યાં રાત પડતા રસોડું ચાલું થાય છે. આ વીડિયો સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારનો છે. જ્યાં રસોઈ બનતી હોવાનો વીડિયો હાલ વાયરલ થતા ખળભળાટ મચ્યો છે. કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરે પાલિકાના શૌચાલયને રસોડું બનાવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.  


રોજગારીની શોધમાં નેપાળથી સુરત આવ્યો હતો યુવક, પણ Reels ના ચક્કરમાં ટ્રેન નીચે કપાયો


એક જાગૃત નાગરિકે શૌચાલયના નાગરિકોની પોલ ખુલ્લી પાડી છે. લોકો દિવસ દરમિયાન જે જગ્યાનો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે ત્યાં જ રાત્રે રસોઈની તૈયારી થઈ રહી છે. વાઈરલ વીડિયોમાં કોન્ટ્રાક્ટર અને કર્મચારી કહી રહ્યા છે કે દરેક શૌચાલયમાં આનાથી વધારે થાય છે. તેમને આવુ કહેતા શરમ પણ નથી આવતી.


બે કલાકની આગમાં બે કરોડનું નુકસાન, ગોંડલમાં 5 હજાર મણ મરચાં બળીને ખાખ