અમદાવાદમાં વધી રહેલા Coronaના કેસને પગલે લેવાયો મોટો નિર્ણય
અમદાવાદમાં વધી રહેલા કેસને જોઈને ગ્રામ્ય વિસ્તારમાં સતર્કતા વાપરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૌરવ પટેલ, અમદાવાદ : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ફૂડ ડિલિવરી સર્વિસ પર પ્રતિબંધ મુકાયો છે જેનું મુખ્ય કારણ કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે. લોકડાઉન દરમિયાન પીજીમાં રહેતા અને જમવાની તકલીફ ધરાવતા લોકો માટે કોમર્શિયલ ફૂડ ડિલિવરીને મંજૂરી આપવામાં આવી હતી પણ અમદાવાદમાં વધી રહેલા કેસને જોઈને ગ્રામ્ય વિસ્તારમાં સતર્કતા વાપરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સંજોગોમાં શહેરના બોપલ-ઘુમા વિસ્તારમાં હવેથી કોઈ ફૂડ હોમ ડિલિવરી કરવામાં આવશે નહિ. રાજ્યમાં પહેલીવાર બોપલ- ઘુમા નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્લીમાં એક પીઝા ડિલિવરી બોયને કોરોના પોઝિટિવ આવતાં 72 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા પડ્યા હતા. જેથી આવો કોઈ કેસ ગ્રામ્ય વિસ્તારમાં ન બને એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોપલ અને ઘુમા સહિત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં જે ફૂડ ડિલિવરી થાય છે તેમાં ડિલિવરી બોય અથવા તો રેસ્ટોરન્ટમાં જમવાનું બનાવનાર વ્યક્તિમાં કોરોનાના લક્ષણ હોય તો તેનો ચેપ અન્ય વ્યક્તિને પણ લાગી શકે છે. આ સંજોગોમાં હવે ફૂડની હોમ ડિલિવરી બંધ કરવામાં આવી છે. આમ, હોસ્ટેલ અને પીજીમાં રહેતા લોકોએ ભોજનના મામલે આત્મનિર્ભર બનવું જ પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube