ગોધરા : શહેરના વેજલપુર રોડ ઉપર ખૂલ્લા કમ્પાઉન્ડમાં ટ્રક મારફતે સરકારી અનાજના ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું ષડયંત્ર ગોધરા પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે આઠ વ્યક્તિઓની સ્થળ ઉપરથી ધરપકડ કરી છે. સરકારી અનાજનો જથ્થો એક વાહનમાંથી બીજા વાહનોમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. દરમિયાન પોલીસે દરોડો પાડી 414 બોરી ઘઉંનો જથ્થો કબ્જે લીધો છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર સરકારી અનાજની હેરાફેરી મુદ્દે કુલ 31.46નો કુલ મુદામાલ કબ્જે લઈ આવશ્યક ચીજધારાની જોગવાઈ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારી કર્મચારી આનંદો! આર્થિક સંકડામણ છતા ગુજરાત સરકાર ચુકવશે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું


અનાજ માફિયાઓ દ્વારા કોરોના મહામારી દરમિયાન પણ પોતાની આદત મુજબ ગરીબોના હક્કનો કોળિયો છીનવવાની પ્રવૃત્તિ જારી રાખતા હોવાનું કેટલાય સ્થળે બહાર આવ્યું છે.આ પ્રવૃત્તિથી સંલગ્ન વિભાગ અજાણ હોય અથવા આંખ આડા કાન કરી રહ્યો હોય એમ કહેવું અતિશયોક્તિ નથી. તેમ છતાં ક્યારેય પોલીસના હાથે આવા અનાજ માફિયાઓનું ષડયંત્ર ઝડપાઇ જતુ હોય છે. એવું જ કંઈક ગોધરા બી ડીવીઝન પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ગોધરા શહેરના વેજલપુર રોડ ઉપર આવેલા એક ખુલ્લા કમ્પાઉન્ડમાં બે થી ત્રણ વાહનોમાં શંકાસ્પદ અનાજની બોરીઓનો જથ્થો એક ગાડીમાંથી બીજી ગાડીમાં ભરવામાં આવી રહ્યો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. 


ગુજરાતીઓ માટે સૌથી મોટી અને ગર્વની ખબર, ZEE 24 કલાકને મળ્યા 7 રાષ્ટ્રીય એવોર્ડ


દરમિયાન એક ટ્રકમાંથી અનાજની બોરીઓ ઉતારી તેને ખોલી અનાજનો જથ્થો બીજા થેલામાં ભરી અન્ય  ગાડીમાં ભરવામાં આવી રહ્યો હતો. જેથી  પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દરેક બોરી પર સસ્તા અનાજની બોરી જેવા જ લેબલ તેમજ સ્ટીકર લગાવેલા હોવાનું જણાઇ આવ્યું હતું. જેને લઇને અનાજનો જથ્થો સરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ વાહનોમાંથી કુલ ૪૧૪ બોરી ઘઉંનો જથ્થો, ત્રણ વાહનો સહિતનો કુલ ૩૧.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે  ખંગારસિંહ પરમાર, પ્રભાતસિંહ પરમાર, અક્ષયકુમાર પરમાર, દિલીપભાઈ ચૌહાણ, દીપકભાઈ પરમાર, મહેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, અને રમેશભાઈ ચૌહાણ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. બીજી તરફ પોલીસે સરકારી અનાજનો જથ્થો મંગાવનારની શોધખોળ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube