ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સોયાબીન તેલની મળતર ઓછી થતા સીંગતેલ અને કપાસીયા તેલના ભાવ ઉચકાયા છે. ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. ફરી સીંગતેલનો ડબો 2300 એ પહોંચ્યો.તો કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો ઝીંકાયો છે. જેની સીધી અસર લોકોના બજેટ પર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનફ્લાવર, કોર્ન ઓઈલ, અને ઘીના ભાવ યથાવત છે. પરંતુ સોયાબીનને કારણે કપાસિયા તેલ અને  સિંગતેલના ભાવ ઊંચકાયા છે. આ ભાવવધારો ગૃહિણીઓ માટે કમરતોડ બની રહેશે. જેની સીધી અસર ઘરના બજેટ પર થશે. ગૃહિણીઓને શાકભાજી, દાળ સહિત કિચનમાં વપરાતી અનેક વસ્તુઓ પર ભાવવધારાનો સામનો કરવો પડી રહ્યો છે. 



ઉલ્લેખનીય છે કે, વેપારીઓનુ કહેવુ છે કે સિંગતેલ અને કપાસિયા તેલમાં હજી પણ ભાવ વધારો થવાની શક્યતા છે. આગામી દિવસોમાં આ ભાવ વધારો જોવા મળશે.