દરિયાપુરમાં શાહીનબાગવાળી? પોલીસ દ્વારા RAFને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ
શહેરના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ શાહીનબાગની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તેવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલાં લીમડી ચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટર વાઈરલ થયા હતા. જેમાં એક મહિના સુધી દરરોજ 3-6 કલાક સુધી વિરોધ પ્રદર્શન માટે એકઠાં થવા માટે લોકોને આહવાન કરાયું હતું.
જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ શાહીનબાગની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. તેવામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલાં લીમડી ચોકને પણ શાહીનબાગ બનાવવા માટે પોસ્ટર વાઈરલ થયા હતા. જેમાં એક મહિના સુધી દરરોજ 3-6 કલાક સુધી વિરોધ પ્રદર્શન માટે એકઠાં થવા માટે લોકોને આહવાન કરાયું હતું.
આતંકિસ્તાન પર હવામાંથી જ વિશાનનો તાંડવ કરસે બ્રહ્મોસ એર
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલાં મેસેજને પગલે અમદાવાદ પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ હતી. અને વાઈરલ થયેલ પોસ્ટર મામલે પોલીસે તાત્કાલિક ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. PI, PSI સહિત આરએએફના અધિકારીઓ અને જવાનોએ દરિયાપુર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. કોઇ પણ પ્રકારની શક્યતાને જોતા પોલીસ દ્વારા આગમચેતી દાખવતા ફૂટપેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, શાહીનબાગ જેવી સ્થિતી ન સર્જાય તે માટે દરિયાપુર પોલીસ પહેલાથી જ ખુબ સતર્કતા દાખવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube