નિર્માણ બાદ પ્રથમવાર નર્મદા ડેમ ‘100 ટકા ભરાયો’, સપાટી 138.68 પહોંચી
નિર્ણાણ બાદ પ્રથમ વાર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. આ સપાટીએ નર્મદા ડેમ 100 ટકા ભરાઇ જાય છે. એટલે અત્યારે નર્મદા ડેમની ઉંચાઇ જેટલો ભરાઇ ગયો છે. અને છલોછલ થઇ ગયો છે. નર્મદા ડેમમાં રવિવારે 7 લાખ ક્યુસેક નવા નીરની આવક થઇ છે. જ્યારે 23 ગેટ ખોલી 6.94 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જયેશ દોશી/નર્મદા: નિર્ણાણ બાદ પ્રથમ વાર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. આ સપાટીએ નર્મદા ડેમ 100 ટકા ભરાઇ જાય છે. એટલે અત્યારે નર્મદા ડેમની ઉંચાઇ જેટલો ભરાઇ ગયો છે. અને છલોછલ થઇ ગયો છે. નર્મદા ડેમમાં રવિવારે 7 લાખ ક્યુસેક નવા નીરની આવક થઇ છે. જ્યારે 23 ગેટ ખોલી 6.94 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
હવે ગુજરાતના નર્મદા નદી કાંઠા વિસ્તારના 210 ગામો તથા ભરુચ શહેરની લગભગ 30,000 હેક્ટર જમીન તથા 4 લાખની વસ્તીને પુરથી રાહત થશે. કેમકે અત્યાર સુધી પાણી લગભગ આઠથી નવમીટર થી ઓવરફ્લલો છે ને વહી જતું હતું. અને વિનાશક પુર આવતું હતું. પરંતુ હવે દરવાજા દ્વારા પાણી નિયંત્રીત કરી શકાય છે. વળી પીવાના પાણીની તકલીફ દૂર થશે કેમ કે, રાજયના 15 જીલ્લાના 73 તાલુકાના 3137 ગામોની 18.45 લાખ હેકટર જમીનને સિંચાઇનુ પાણી મળશે.
નર્મદા ડેમ સંપૂર્ણ એટલે 138.68 મીટર સુધી ભરાય તો ગુજરાતને શું થશે ફાયદો
રાજ્યના 8215 ગામડાઓ અને 135 શહેરી વિસ્તારોને અવીરત પીવા માટે પાણી પૂરૂ પાડી શકાશે. હવે ડેમ સંપુર્ણ ભરાઇ ગયા બાદ ગુજરાતમાં ખેતી તેમજ પીવાના પાણીની જરૂરીયાત 6 વર્ષ સુધી સંગ્રહી શકાશે. નર્મદાના મુખ્ય બંધ મુખ્ય જળ વિદ્યુતમથક ખાતે 200 મેગાવોટના 6 ભુગર્ભ યુનીટ જેની કુલ ક્ષમતા 1200 મેગાવોટ તેમજ નર્મદા મુખ્ય કેનાલના મુખ ઉપર 50 મેગાવોટના 5 યુનીટ દ્વારા 250 મેગાવોટની દૈનીક ક્ષમતા છે. જેમા હાલ 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન કરી શકાય છે.
સુરત: કોસંબા પાસે કેમિકલ ભરેલા ટ્રકનો અકસ્માત, આગ લાગતા ડ્રાઇવર જીવતો સળગ્યો
ડેમ સંપુર્ણ ભરાતા જળવિદ્યુત મથકો પૂરી ક્ષમતા સાથે વિજ ઉત્પાદન કરે તો દૈનીક 1450 મેગાવોટ વિજળી ઉત્પાદિત થઇ શકે. જેનાથી જળવિદ્યુત મથકની વિજ ક્ષમતા 30% જેટલી વધી જશે. અને કુલ 6000 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરી શકાશે. ઉત્પન્ન થતી વિજળીના ગુજરાતને 16% મધ્યપ્રદેશને 57% અને મહારાષ્ટ્રને 29 વિજળી મળશે.
જુઓ Live TV:-