ગાંધીનગર: ગુજરાત (Gujarat) રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતો (Olympics Games) માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો (Tokyo) ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ 2021 (Olympics Games 2021) માં ગુજરાતની એકસાથે 6 નારીશક્તિ – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ગુજરાતની નારી શક્તિની સ્પોર્ટસ ક્ષેત્રની આ અભૂતપૂર્વ સિદ્ધિ માટે આ છ રમતવિરાંગનાઓને અભિનંદન પાઠવ્યા છે અને ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માં કૌવત ઝળકાવી અવ્વલ સ્થાન મેળવી ભારત અને ગુજરાત (Gujarat) નું નામ રોશન કરવાની શુભેચ્છાઓ પાઠવી છે.

PM Kisan FPO Yojana: દરેક ખેડૂત મેળવી શકે છે 15 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મેળવી શકશો સ્કીમનો લાભ


ગુજરાતની છ દીકરીઓ જેમાં માના પટેલ (Mona Patel) સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના (Ankita Raina) ટેનીસમાં, સોનલ પટેલ (Sonal Patel) તથા ભાવિના પટેલ (Bhavina Patel) પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર (Parul Parmar) પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક (Olympics) ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે. 

ગુજરાત જે સન્માન માટે આજ સુધી તરસતું રહ્યું તે આ ગુજરાતી દિકરી અપાવશે? પ્રથમ પગલું સફળ રહ્યું


મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આ ગૌરવવંતી દિકરીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનોને પ્રેરણા આપીને ગુજરાતના યુવાવર્ગને રમત-ગમત ક્ષેત્રે પ્રેરિત કરવાની સુદિર્ઘ નિતી-રિતી ગુજરાતને આપી છે જેના સુખદ પરિણામો મળી રહ્યા છે. છેલ્લા બે દાયકાથી રમત-ગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન, સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિનું આ પરિણામ છે. 

બાયોડીઝલના નામે ગમે તે વેચતા વેપારીઓ તવાઈ બોલાવવા CM વિજય રૂપાણીની સુચના


રાજ્યમાં સ્પોર્ટ્સ (Sports) નું વૈશ્વિક કક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધા (Olympics Games) ઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમમાં આ સિદ્ધિ નવું બળ પુરુ પાડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ટોક્યો ઓલમ્પિક -2020 રમતો આ વર્ષે તા.23મી જુલાઇ 2021થી જાપાનના ટોક્યો ખાતે યોજાવાની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube