ગાંધીનગર : 2022 વિધાનસભા ચૂંટણીની પહેલા જ કનુભાઇ પટેલની ટિકિટ પાક્કી થઇ ગઇ છે. ખુદ અમિત શાહે સાણંદની બેઠક પરથી કનુભાઈ પટેલને જીતાડવાની અપીલ કરતા તેમની ટિકિટ ફાઇનલ હોવાનું કહેવામાં આવ્યું હતું. આવું પહેલીવાર બન્યું હશે કે જ્યારે ટિકિટોની વહેંચણી પહેલા જ અમિત શાહે પોતાના પત્તા ખોલી નાખ્યા હોય. જો કે તેમની આ અપીલના પગલે સ્પષ્ટતા થઇ ગઇ હતી કે કનુભાઇ પટેલને જ આગામી ચૂંટણીમાં ટિકિટ મળે તે ફાઇનલ થઇ ચુક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ગાંધીનગર ગ્રીન નથી રહ્યું, ફોરેસ્ટ વિભાગ અને સરકાર સફાળી જાગી ડેમેજ કંટ્રોલ શરૂ થશે


ગૃહમંત્રી અષાઢી બીજના દિવસે સંસદીય વિસ્તાર ગાંધીનગરની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે મોડસરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમણે સાણંદ બેઠક પરથી ધારાસભ્ય કનુ પટેલને જીતાડવાની લોકોને અપીલ કરી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. પરંતુ તે પહેલાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદીય વિસ્તાર ગાંધીનગરની મુલાકાત લીધી હતી. કરોડો રૂપિયાના વિકાયકાર્યોની શરૂઆત કરાવી હતી. જેમાં મોડસરમાં અમિત શાહે ગુજરાતની રાજનીતિની સૌથી મોટી જાહેરાત કરી હતી. સાણંદ બેઠક પરથી ચાલુ ધારાસભ્ય કનુ પટેલને જીતાડવાની અપીલ કરી હતી. એટલે નક્કી થઈ ગયું છે કે, 2022ની ચૂંટણીમાં કનુ પટેલની ટિકિટ પાક્કી થઈ ગઈ છે. 


ચાલુ રથયાત્રાએ દિલીપદાસજી ઉતરી પડ્યાં અને રથ અટકાવીને ખલાસીઓને ખખડાવી નાખ્યા


કોણ છે કનુ પટેલ?
1. કનુ પટેલ ભાજપની ટિકિટ પરથી 2017માં જીત્યા હતા
2. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા કનુભાઈ પટેલ
3. સાણંદના યુવા ધારાસભ્ય છે કનુભાઈ પટેલ
4. સાણંદ વિધાનસભાના સતત કાર્યશીલ ધારાસભ્ય છે કનુભાઈ પટેલ
5. 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં પિતા કમશી પટેલે ક્રોસ વોટિંગ કર્યુ
6. 2017માં કોંગ્રેસ સાથે છેડો ફાડી પિતા-પુત્ર ભાજપમાં જોડાયા
7. 28 ફેબ્રુઆરી 1985માં જન્મ થયો
8. 37 વર્ષના છે કનુભાઈ પટેલ
9. ધોરણ-12 સુધીનો અભ્યાસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube