અમદાવાદ : ભારત સરકારના માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી 71 કરોડનાં ખર્ચે બનેલા બે ફ્લાય ઓવરનું અમિત શાહ દ્વારા ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિંધુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંક્શન ફ્લાય ઓવર બ્રિજનું ઇ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રસંગે હાજર મહેસુલ મંત્રી કૌશીક પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ ઉપરાંત સાંસદો અને ધારાસભ્યો સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, અમિતભાઇ વ્યસ્ત હોવા છતા અમારી વિનંતીને ધ્યાને રાખીને ઇ લોકાર્પણ માટેની તૈયારી દર્શાવી છે. તેઓએ એક જ મિનિટનો સમય ફાળવ્યો તે માટે ગુજરાતની પ્રજા વતી અમે તેમના આભારી છીએ. 

જો કે અમદાવાદ ગાંધીનગર અતિવ્યસ્ત હાઇવે હોવા ઉપરાંત ટ્વીન સિટી તરીકે વિકાસ થઇ રહ્યો હોવાના કારણે તેના પર ટોલ લેવો યોગ્ય નથી. જેથી કેન્દ્ર સરકારને વિનંતી કરતા તેમણે આ હાઇવે પર ટોલ નહી ઉઘરાવવાની જાહેરાત કરી હતી. દેશનો પ્રથમ એવો હાઇવે છે જેમાં ટોલ વસુલવામાં આવશે નહી. 

આ ઉપરાંત નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, 965 કરોડ રૂપયાના ખર્ચે ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટુંક સમયમાં પુર્ણ થશે. આગામી 3 વર્ષમાં ગુજરાત દેશનું પ્રથમ ફાટક મુક્ત રાજ્ય બનશે. નગરપાલિકા અને કોર્પોરેશન ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઇન પસાર થઇ રહી છે તે તમામ ઓવર બ્રિજ બનાવી દેવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં 68થી પણ વધારે ઓવરબ્રિજ બનશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube