હિરેન ચાલીસા/ દાહોદ: જિલ્લામાં નશીલા પદાર્શોનું વેચાણનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત ગાંજાની ખેતી અહીંથી વિપુલ પ્રમાણમાં મળી આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB , SOG સહીતની ટીમે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પોલીસે 3 ખેતરના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દાહોદ જિલ્લો બોર્ડર વિસ્તારમાં આવતો હોવાથી અહી સરળતાથી નશીલા પદાર્થ મળી રહેતા હોય છે. દાહોદમાં દારૂ પણ મોટા પ્રમાણમાં મળી રહેતો હોય છે, ત્યારે દાહોદ પોલીસે ગાંજાની ખેતી ઝડપી પાડી છે. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામે પોલીસને બાતમી મળી હતી કે, હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતરમા કપાસની સાથે સાથે ગાંજાની પણ ખેતી કરી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને ખેતરમાં કપાસના પાક સાથે લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમજ પોલીસે તે ખેતરોની પાસે આવેલા ખેતરમાં પણ તપાસ કરતા હીમંત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાં પણ ગાંજાના લીલા છોડ વિપુલ પ્રમાણમાં મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 


સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે, 'ગુજરાતનું શિક્ષણ નબળું છે, નબળું છે, નબળું છે'


જેમા પોલીસને 3 ખેતરમાં ઉગાડેલા 2318 છોડ જેનો કુલ વજન 2745 કિલો 400 ગ્રામ થાય છે. જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજારનો મોટા પ્રમાણમાં ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસની આ રેડ 32 કલાક ચાલી હતી. આ રેડ ગત વહેલી સવારે 06 વાગ્યાથી આજે સાંજે 04 વાગ્યા સુધી રેડ ચાલી હતી. ખેતરમાં ઉગાડેલા ગાંજાના છોડના કટીંગ માટે પોલીસે હોમગાર્ડ જવાનોનો સહારો પણ લીધો હતો.


સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામના મછાર ફળીયામાં વિક્રમ નારસીંગ મછારના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ 588 નંગ જેનુ વજન 539 કીલો 400 ગ્રામ જેની કુલ કિંમત 53,94,000/- નો નશીલો (ગાંજો) ઝડપી પાડ્યો હતો, જ્યારે હીમંતભાઈ જોખનાભાઈ મછારના ખેતરમાંથી ગાંજાના લીલા છોડ 1340 નંગ જેનુ વજન 1890 કીલો 500 ગ્રામ છે. જેની કુલ કિંમત-1 કરોડ 89 લાખ 05  હજાર, જ્યારે સરતનભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાંથી લીલા ગાંજાના છોડ 390 નંગ જેનુ કુલ વજન 315 કિલો 500 ગ્રામ જેની કુલ કિંમત 31 લાખ 55 હજારનો વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો.


Vadodara હાઈપ્રોફાઈલ કુટણખાના કેસમાં મોટો ઘટસ્ફોટ: 12 વર્ષની કિશોરીને તેના જ પિતાએ સેક્સ રેકેટમાં ધકેલી


પોલીસે લીલા ગાંજાના 2318 નંગ છોડ જેનો વજન 2745 કિલો 400 ગ્રામ જેની કુલ કિંમત 2 કરોડ 74 લાખ 54 હજારનો જથ્થા સાથે ખેતર માલિક વિક્રમભાઈ નારસીંગ ભાઈ મછાર, રહે. હાંડી  મછાર ફળીયુ તા. સીંગવડનાઓની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય 2 ખેતરના માલિક હિમંતભાઈ જોખના ભાઈ મછાર, સરતનભાઈ શાંતુભાઈ મછારનાઓ પોલીસની રેડ જોઈ સ્થળ છોડી ભાગી ગયા હતા, જેને લઈને પોલીસે તમામ વિરૂદ્ધ NDPS ACT હેઠળ ગુનો નોંધી બન્ને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube