અતુલ તિવારી/અમદાવાદ: ઉત્તર-પૂર્વન હિમભર્યા પવનોનોએ ફરીથી ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં શિયાળાની કાતિલ ઠંડીનો અનુભવ કરાવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો તીવ્ર ચમકારો ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્યારે હવામન વિભાગે આગાહી કરી છે, કે હજી 2 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે અને પવાનોની દિશા બદલાતા આગામી 21 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. જો કે હાલ બે દિવસ કાતિલ ઠંડી નો સામનો કરવો પડશે. ઠંડી વધવાને કારણે અમદાવાદ સહિત, ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.


વધુમાં વાંચો...જસદણ પેટા ચૂંટણી : ખેડૂતોએ મફતમાં લસણ વેચી પ્રદર્શિત કર્યો અનોખો વિરોધ


અમદાવાદમાં આજે(સોમવારે) ઠંડીને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગે માહિતી આપી હતી, કે સોમવારે અમદાવાદમા્ં વાદળો આવી જવાને કારણે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. અને હવામાન વિભાગે જણાવ્યું હતું કે હવે 21 તારીખ બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો આવી શકે તેમ છે.