LokSabha Elections 2024: ગુજરાતમાં કોંગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ વચ્ચે અમદાવાદની બે લોકસસભા બેઠકો માટે 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા  છે. ગુજરાત કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ ગુજરાતમાં હાલ 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાસે છે, ત્યારે કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લગાવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નીમ્યા


  1. ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવેની નિમણૂક 

  2. વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલની નિમણુક 

  3. વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ સિંદેની નિમણુક

  4. એલિસબ્રીજ વિધાનસભાના પ્રભારી તરીકે હેતા પરીખની નિમણૂક  

  5. નારણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષિ શાહની નિમણૂક 

  6. નિકોલ વિધાનસભાના પ્રભારી તરીકે દલસુખ પટેલની નિમણૂક 

  7. નરોડા વિધાનસભાના પ્રભારી તરીકે દિનેશ બ્રહ્મભટ્ટની નિમણૂક 

  8. ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રભારી તરીકે ધીરેન્દ્ર પાંડેયની નિમણૂક 

  9. બાપુનગર વિધાનસભાના પ્રભારી તરીકે ભાનુભાઇ કોઠિયાની નિમણૂક 

  10. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારી તરીકે મંગળ સુરજકરની નિમણૂક 

  11. દરિયાપુર વિધાનસભાના પ્રભારી તરીકે અસગર ભાટી ની નિમણૂક 

  12. જમાલપુર વિધાનસભાના પ્રભારી તરીકે જુનેદ શેખની નિમણૂક 

  13. મણિનગર વિધાનસભાના પ્રભારી તરીકે બળદેવ દેસાઈની નિમણૂક 

  14. દાણીલીમડા વિધાનસભાના પ્રભારી તરીકે બિપીન બારોટની નિમણૂક 

  15. સાબરમતી વિધાનસભાના પ્રભારી તરીકે રમણલાલ પટેલની નિમણૂક 

  16. અસારવા વિધાનસભાના પ્રભારી તરીકે પંકજ સોલંકી ની નિમણૂક


નોંધનીય છે કે, કોંગ્રેસ પક્ષ તરફથી નિમાયેલા પ્રભારીઓની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ માર્ગદર્શન આપશે. આ બેઠકમાં અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, શહેર કોંગ્રેસ સંગઠન પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ બિમલ શાહ ઉપસ્થિત રહેશે.