`આવી ગઈ નવી આગાહી...`, વરસાદને લઇ ગુજરાતને રાહત કે પછી ધોધમાર? જુઓ શું કહે છે હવામાન વિભાગ
ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસું ખુબ સારૂ રહ્યું છે. રાજ્યમાં 85 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદના ત્રણ જેટલા રાઉન્ડ આવી ચુક્યા છે. હવે હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે.
સપના શર્મા, અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. હવે હવામાન વિભાગ દ્વારા વરસાદનું જોર ઘટ્યું હોવાની માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદની સિસ્ટટ એક્ટિવ ન હોવાને કારણે ભારે વરસાદની સંભાવના ઓછી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની સ્થિતિ કેવી રહેશે તેની માહિતી આપી છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે.
શું છે હવામાન વિભાગની આગાહી?
રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ હળવોથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ-ચાર દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય ન હોવાને લીધે વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકાથી વધુ વરસાદ થયો છે. તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.
આ પણ વાંચોઃ શું ગુજરાત લવમેરેજ પર બનશે નવો કાયદો?, માતા પિતાની સહીને લઈને કોંગ્રેસ પણ મેદાનમાં
આગામી 24 કલાકમાં આ જિલ્લામાં પડી શકે ભારે વરસાદ
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે , આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમામે સૌરાષ્ટ્રમાં આગામી ચાર-પાંચ દિવસ વરસાદની શક્યતા ઓછી છે.
શું છે અંબાલાલ પટેલની આગાહી?
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube